ETV Bharat / state

સાણંદ-વિરમગામ હાઈવે પર દારૂ ભરેલો ટ્રક ઝડપાયો - ભારતીય બનાવટનો વિદેશી દારૂ

ગાંધીજીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારેે સાણંદ પોલીસની ટીમે બાતમીના આધારે વાંસવા ઇયાવા નજીક નાકાબંધી કરી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. સાણંદ પોલીસે 19 લાખ 37 હજાર 700ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી ટ્રક ચાલક સહિત કુલ ચાર વિરોધમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

viram
viram
author img

By

Published : Oct 27, 2020, 7:43 PM IST

  • સાણંદ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો
  • 19 લાખ 37‌ હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
  • ટ્રક ચાલક સહિત કુલ 4 વિરોધમાં ગુનો નોંધાયો

વિરમગામઃ સાણંદ વિરમગામ હાઈવે પર વાસણા ઇયાવા નજીક ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. સાણંદ તાલુકામાં વિદેશી દારૂના વેચાણનો વેપલો વધતા આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.બી ગોહીલને સાણંદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. સાણંદ પોલીસ સ્ટેશનની ટીમે વાસણા ઇયાવા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. આ દરમિયાન દારૂ ભરેલી ટ્રક આવતા તેને રોકવામાં આવ્યો હતો. ત્યારે ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા સાણંદ પોલીસે અડધો કિલોમીટર દૂર પીછો કરી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો.

પોલીસે 19 લાખ 37 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

ટ્રકને સાણંદ પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ કરવામાં આવી હતી. ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 1,692 બોટલો જેની કિંમત રૂપિયા 71,1600 અને બીયરના 2256 નંગ ટીન જેની કિંમત રૂપિયા 2,25,600 અને એક ટ્રક જેની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ 19 લાખ 37 હજાર 700 ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડયો હતો. સાણંદ પોલીસે ટ્રક ચાલક સહિત કુલ 4 વિરોધમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.