ETV Bharat / state

અમદાવાદના નવા 3 સહિત કુલ 9 વિસ્તાર રેડ ઝોન તરીકે જાહેર

અમદાવાદમાં જે રીતે કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે, તે જોતાં હવે અમદાવાદમાં સ્થિતિ વધુ વણસે તે પહેલાં તંત્રે વધુ કડક કાર્યવાહી હાથ ધરવી પડશે. આ માટે થઈને તંત્ર દ્વારા અમદાવાદના વધુ ત્રણ વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયાં છે. જે અંતર્ગત સરસપુર, ગોમતીપુર અને ખાડિયા વિસ્તારને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદના નવા 3 સહિત કુલ 9 વિસ્તાર રેડ ઝોન તરીકે જાહેર
અમદાવાદના નવા 3 સહિત કુલ 9 વિસ્તાર રેડ ઝોન તરીકે જાહેર
author img

By

Published : May 1, 2020, 3:17 PM IST

અમદાવાદઃ આપને જણાવી દઈએ કે, આ રેડ ઝોનમાં 3026 કુલ કેસ 30 એપ્રિલ સુધીમાં નોંધાયાં છે. જેથી હવે અમદાવાદના રેડ ઝોન વિસ્તારોમાં કામગીરી વધી ગઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે આ અંગે બેઠક યોજી હતી. જેમાં તમામ રાજ્યોની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કેન્દ્ર સરકારે રાજ્યોની સ્થિતિમાં જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાં 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદના નવા 3 સહિત કુલ 9 વિસ્તાર રેડ ઝોન તરીકે જાહેર
અમદાવાદના નવા 3 સહિત કુલ 9 વિસ્તાર રેડ ઝોન તરીકે જાહેર
અમદાવાદના વધુ ત્રણ વિસ્તારને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે. જેમાં સરસપુર, અસારવા, ગોમતીપુર વોર્ડને રેડ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.આજે 1લી મે છે એટલે કે, ગુજરાતનો 60મો સ્થાપના દિવસ, પરંતુ રાજ્યમાં કોરોના મહામારીને કારણે અમદાવાદમાં આજથી એક નવો નિયમ પણ બહાર પાડવામાં આવ્યો છે. આજથી દરેક લોકોને બહાર નિકળતા સમયે માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ આ નિયમનુ પાલન નહી કરે તો, તેમને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે સાથે એક-બીજા માણસોથી અંતર રાખવું, વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખવાનુ પણ સૂચન કરવામાં આવ્યુ છે. જેથી આપણને કોરોનાની મહામારીને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ છે. જેથી આ બધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.