ETV Bharat / state

લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના કેસોમાં ધરખમ વધારો, નોંધાઈ છે રોજની એક ફરિયાદ - હિંસા

લોકડાઉન બાદ બેકારી અને અન્ય સમસ્યાઓ વધી છે જેની અસર લોકોના અંગત જીવન પર પણ પડી હોય તેવું લાગી રહ્યું છે. જેનું એક ઉદાહરણ છે ઘરેલુ હિંસા. શહેરમાં વર્ષ દરમિયાન 150થી વધારે ઘરેલુ હિંસાની ફરિયાદો નોંધાતી હતી તેની જગ્યાએ છેલ્લાં 40 દિવસમાં 40થી વધારે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાઇ છે.

લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના કેસોમાં ધરખમ વધારો, રોજની એક ફરિયાદ

author img

By

Published : Jul 10, 2020, 1:39 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. સરેરાશ જોવા જઈએ તો 40 દિવસમાં 40 ફરિયાદ એટલે કે રોજની એક ફરિયાદ નોંધાઇ છે. ઘરેલુ હિંસાના મોટા ભાગના કેસોમાં કારણ આર્થિક સંકળામણનું જોવા મળ્યું છે. જ્યારે લોકો પાસે પૈસાની અછત હોય ત્યારે આર્થિક સંકળામણને કારણે આ કિસ્સા બન્યાં હોવાનું સામે આવ્યું છે.

લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના કેસોમાં ધરખમ વધારો, રોજની એક ફરિયાદ
ઘરેલુ હિંસાના કિસ્સામાં પત્નીને માર મારવો, ઘરેથી કાઢી મૂકવી કે તેને પરેશાન કરવી જેવા કિસ્સા સામે આવ્યાં છે.આ કિસ્સાઓમાં ભોગ બનનાર અને આરોપી એમ બંનેની ઉંમર 23 વર્ષથી લઈને 55 વર્ષની વયે સુધી જોવા મળી છે. કેટલાક કિસ્સાઓમાં પત્ની અને બાળકો પણ આ હિંસાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.આમ લોકડાઉન બાદ આ પ્રકારના કિસ્સા વધતાં લોકડાઉન પણ ઘરેલુ હિંસાનું કારણ ગણી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.