ETV Bharat / state

World Environment Day 2022: પર્યાવરણ સૃષ્ટિ અને વિશ્વની જતન માટે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો - પર્યાવરણ સૃષ્ટિ

આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત ઈકોલોજી કમિશન અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી(World Environment Day 2022) નિમિત્તે થઈ ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ ખાસ ટૉક શોનુ આયોજન કરવામાં આવ્યું હતું.

World Environment Day 2022: પર્યાવરણ સૃષ્ટિ અને વિશ્વના જતન માટે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 6, 2022, 6:08 PM IST

અમદાવાદઃ ગુજરાત સહિત વિશ્વમાં દર વર્ષે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2022)તરીકે ઉજવવામાં આવે છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત ઈકોલોજી કમિશન (Gujarat Ecology Commission)અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે થઈ "ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ" ખાસ ટૉક શોનુ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ

મૈ ભી આત્મનિર્ભર પુસ્તક વિમોચન - આ ટૉક શોમાં પુસ્તક વિમોચન "મૈ ભી આત્મનિર્ભર", પર્યાવરણ( Mai bhi atmanirbhar pustak)અનુરૂપ જીવન શૈલી માટે 1500 ટ્રેનિંગ કાર્યક્રમો, અર્થનો અનર્થ શોર્ટ ફિલ્મ, કેબિનેટ અને રાજ્ય સરકારના પ્રધાનનું ઉદબોધન, આધ્યાત્મ અને પર્યાવરણ, રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને જળ માટે સજાગતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ, યુવાનો અને પર્યાવરણ, પર્યાવરણ માટે સજાગતા અને યુવાનોનો રોલ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અને તમારા અન્નનું માન જેવા મુદ્દો પર વક્તવ્ય અને વિચાર વિનિયમ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મનપાએ કર્યું હજારો વૃક્ષોનું વાવેતર

વિદ્યાર્થીઓમા સંવેદનશીલતા ઊભી થાય - દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પ્રમાણે પર્યાવરણીય જીવનશૈલી અપનાવવાના મંત્ર સાથે સાથે પર્યાવરણ, સ્વચ્છતા, જળસંચય અને જળસંરક્ષણ માટે સંવાદીતતા ઉભી થાય અને યુવાનો અને વિદ્યાર્થીઓમા સંવેદનશીલતા ઊભી થાય તે માટે નામાકિત મહાનુભાવો દ્વારા પોતાનો સંદેશ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા - તો બીજી તરફ આ કાર્યક્રમનુ ઉદ્દઘાટન કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણા, રાજયકક્ષાના પ્રધાન જગદિશ વિશ્વકર્મા, ગુજરાત ઇકોલોજી કમિશનના મેનેજર નિશ્વલ જોશી, IFS ના સભ્ય, મહેશ સિંધ, મેયર કિરીટ પરમાર, વન અને પર્યાવરણ વિભાગ અધિક મુખ્ય સચિવ અરુણ સોલંકી, AMC કમિશનર લોચન સેહરા, સહિતના પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ World Environment Day 2022: ગરમ પ્રદેશ ગુજરાત અને ઠંડા પ્રદેશ હિમાચલના રહેણાંક મકાનોની વિશેષતા

યુવાનો સાથે સંવાદ કર્યો - આ કાર્યક્રમમાં પર્યાવરણ, સ્વચ્છતા, જળસંચય અને જળસંરક્ષણ માટે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પર્યાવરણ સંવાદીતતા અને જળવાયુ પરિવર્તન – સમસ્યા, પડકારો અને ઉકેલ માટે સમુદાય ઉપર હકારાત્મક અસર ઉભી થાય તે માટે ગુજરાતના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત જીગ્નેશ દાદા ભાગવતાચાર્ય, લેખક અને વક્તા હિમાંશુ જોષી દ્વારા “પ્રેમ” UNના બાયોડાવર્સીટી પ્રોગ્રામ દ્વારા સન્માનિત ભવન્સ નેચર સેન્ટરના સ્થાપક જાણીતા માઉન્ટેરીયન, કવિ, લેખક તમામ દ્વારા યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં 1200થી 1500 યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ, વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યેક્રમને સફળ બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.