અમદાવાદ: હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર રજુઆત કરવામાં આવી છે કે, વન-વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, CDVને લીધે સિંહના મોત થયા નથી. અરજદારે રજુઆત કરી છે કે, જો સિંહના મોત CDVને લીધે નથી થઈ રહ્યા તો પછી અમેરિકા અને અન્ય દેશમાંથી તેની દવાની આયાત કરવાની કોઈ જરૂર છે!
PILમાં આક્ષેપ કરવા આવી રહ્યો છે કે, ગીરમાં પ્રાણીઓના ડોકટર પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ નથી. સામાન્ય સ્તર વન અધિકારીઓ દ્વારા સિંહને દવા આપવામાં આવે છે. સિંહના બચાવ માટે શું પગલાં લેવામાં આવ્યા અને મોતનું કારણ, શા માટે થયા તેનું પણ સત્તાધીશો જવાબ આપે.