ETV Bharat / state

પાકિસ્તાની હાઈ કમિશને નાગરિકનો કબ્જો મેળવવા કરી ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી - એન. વી. અંજારીયા

નકલી ચલણી નોટોના કેસમાં નિર્દોષ છોડયેલા પાકિસ્તાની નાગરિકનો કબ્જો મેળવવા માટે પાકિસ્તાની હાઈ-કમિશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ
author img

By

Published : Jul 16, 2020, 4:21 AM IST

અમદાવાદઃ વર્ષ 2016માં પાકિસ્તાનના કરાંચીમાં રહેતા સજાદ વોરાએ તેમના સબંધીઓને મળવા માટે સુરત આવ્યો હતો. જે બાદ સજાદ મુંબઈમાં લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર તેની પાસેથી નકલી ભરતીય ચલણી નોટો મળી આવી હતી, અને ત્યારપછી સુરત ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો હતો. જો કે, તેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટને આદેશને પડકારતા હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ રાહત મેળવ્યા બાદ પાકિસ્તાની નાગરિકે વતન પરત જવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન સજાદના વિઝા એક્સપાઈયર થઈ જતાં તેને પોલીસ પાસેથી NOC મેળવવુ જરૂરી હતું. NOC મેળવ્યા વગર સજાદ ઘરે પરત ફરી શકશે નહિ. વિદેશી નોંધણી કચેરી દ્વારા NOC મેળવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસ દ્વારા NOC આપવામાં આવ્યું ન હતું.

આ સમયગાળા દરમિયાન દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે. જેમાં તેમનો નાગરિક વતન ફરવા માગે છે, તેમ છતાં બળજબરીપૂર્વક તેને ભારતમાં રાખવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની હાઈ કમિશનએ જણાવ્યું કે, તેના નાગરિક સજાદ વોરાને ભારતીય કોર્ટે નિર્દોષ છોડ્યો છે. ત્યારે ભારતીય સત્તાધીશોએ પાકિસ્તાની નાગરિકને મુક્ત કરી દેવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણી અને એન. વી. અંજારીયાની ડિવિઝન બેન્ચે આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.