ETV Bharat / state

Ahmedabad Crime: ઘરઘાટી રાખતાં હોવ ચેતતા રહેજો, અમદાવાદમાં ઘરકામ કરતાં લોકોની ટોળકીએ 5 ઘરોમાં ચોરી કરી

જો તમે ઘરકામ કરવા માટે પોલીસ વેરિફીકેશન વિના ઘરઘાટી રાખતા હોય તો સાવધાન ચેતી જજો. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વૈભવી સોસાયટીઓમાં ઘરઘાટી તરીકે કામ કરતા દંપતી મોકો મળતા જ દગદાગીના અને રોકડ લઈને ફરાર થઈ જતાં હતા. અત્યાર સુધીમાં અનેક ઘરોમાં ચોરી કરી હોય અંતે પોલીસે દંપતી સહિત 4 લોકોની રાજસ્થાનથી ધરપકડ કરી છે.

અમદાવાદમાં ઘરકામ કરતાં લોકોની ટોળકીએ 5 ઘરોમાં ચોરી કરી

author img

By

Published : Aug 13, 2023, 12:50 PM IST

અમદાવાદમાં ઘરકામ કરતાં લોકોની ટોળકીએ 5 ઘરોમાં ચોરી કરી

અમદાવાદ: બોડકદેવ પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનારા દંપતી સહિત 4 લોકોને પોલીસે બાંસવાડા રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા ઘરફોડ ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં બોડકદેવમાં ચાર ચોરીના ગુના અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનામાં નાસ્તા ફરતા આરોપીની પણ ધરપકડ કરી છે.

મોકો મળતા જ ચોરી કરી ફરાર: વૈભવી સોસાયટીઓમાં ઘરઘાટી તરીકે કામ કરતાં બંટી બબલીને મોકો મળતા જ સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી હતી. સોનાની બંગડીઓ અને રોકડ મળીને કુલ 3.50 લાખ કરતા વધારેનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જૂનો નોકર રજા પર જતાં તેની જગ્યા પર આ દંપતીને નોકરી પર રાખવામાં આવ્યા હતા. બે દિવસની અંદર ઘરની અંદર તિજોરી અને તેની અંદર પડેલી વસ્તુઓની માહિતી મળતાની સાથે ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. બોડકદેવ પોલીસે ઘટનાની જાણ થતા તપાસની શરૂઆત કરી હતી.

કેવી રીતે ચોરીને આપતાં અંજામ: પોલીસે તપાસમાં સીસીટીવી કેમેરા અને હ્યુમનની મદદથી ચાર આરોપી સીમા કીર, લોકેશ કીર, લલિતકીર અને ભૂમિકા કીરની ધરપકડ કરી છે. જેમાં એક પતિ પત્ની અને એક ભાઈ અને માસીની દીકરી સાથે મળીને આ ચોરીને અંજામ આપતા હતા. બોડકદેવ અને તેના આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારના સિક્યુરિટી ગાર્ડ તથા ઘરઘાટી તરીકે કામ કરતા લોકોના સંપર્કમાં રહીને કામ મેળવતા હતા. અને જે જગ્યા ઉપર કામ કરતા હતા ત્યાં ગણતરીના દિવસોમાં તેમનો વિશ્વાસ કેળવીને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા.

" આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ સોસાયટીમાં કામ કરતા સિક્યુરીટી ગાર્ડ કે અન્ય લોકો સાથે મિત્રતા કેળવી ઘરઘાટી તરીકે કામ કરવાનું જણાવતા અને કામ મળતા જ ઘર સાફ કરીને ફરાર થઈ જતાં હતા. આ મામલે આરોપીઓએ 8 લાખથી વધુની ચોરી અત્યાર સુધી કરી છે, જેમાંથી 3 લાખથી વધુ રકમ રિકવર કરાઈ છે. - એ. આર ધવન, PI, બોડકદેવ પોલીસ સ્ટેશન

  1. Surat Crime: ખેતરમાંથી પાણીની મોટર ચોરાઈ, બે તસ્કરો રંગેહાથ ઝડપાયાં, લોકોએ સબક શીખવ્યો
  2. Banaskantha Crime : આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, ડીસા પોલીસે ચોરનો ડેમો પણ લીધો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.