ETV Bharat / state

વિસત-ગાંધીનગર હાઇવે પર પેલેડીયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, કોઈ જાનહાની નહી

અમદાવાદ શહેરના ગાંધીનગર હાઇવે પર આવેલા કોમપ્લેક્ષમાં આગ લાગી હતી. જેના પગલે થોડીવાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આગ પર કાબૂ મેળવાઇ ગયો હતો. આગને લઇ કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

ગાંધીનગર હાઇવે પર પેલેડીયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, કોઈ જાનહાની નહી

author img

By

Published : Jul 20, 2020, 2:04 PM IST

અમદાવાદ: શહેરના વિસત-ગાંધીનગર હાઇવે પર આવેલા ફોર ડી સ્કવેર મોલની સામે પ્લેડીયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્ષમાં પેન્ટાલુન શો રૂમ ઉપર આવેલી પેન્થર સર્વેલન્સ એન્ડ એલાઈડ સર્વિસસ નામની સિક્યુરિટી એજન્સીની 417 અને 418 નંબરની ઓફિસમાં આગ લાગી હતી, પરંતુ ઓફિસમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાની સર્જાઇ નહોતી. 6 જેટલા ફાયર ફાઈટર અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હાથ ધરી હતી.

હાઇવે પર પેલેડીયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, કોઈ જાનહાની નહી

સવારના સમયે મોલ અને ઓફિસો ચાલુ થવાની તૈયારીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં આગ લાગતાની જાણ લોકોને થતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતાં. આગ લાગતા કોમ્પલેક્ષ ખાલી કરવામાં આવ્યું હતું. આગના કારણે બંને ઓફિસ બળીને ખાક થઈ ગઈ હતી.

ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરના જણાવ્યાં મુજબ, કોમ્પ્લેક્ષમાં ફાયર સિસ્ટમ હોવાના કારણે આગ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી અને કોઈપણ જાનહાની થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.