ETV Bharat / state

શ્રેય હોસ્પિટલ આગકાંડઃ સારવાર માટે 11 લાખ આપ્યાં છતાં પરિવારે પિતા-પુત્ર ગુમાવ્યાં...

શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના પિતા-પુત્ર જેમને કોરોના પોઝિટિવ હતો, તેમને પણ જીવ ગુમાવ્યો છે. મૃતકના પરિવારેે જણાવ્યું હતું કે, હોસ્પિટલ તરફથી જ્યારે કહેવામાં આવતું ત્યારે પૈસા પણ ભરતા હતા. અત્યાર સુધી કુલ સારવારના 11 લાખ રૂપિયા આપ્યા હતાં. પૈસા આપ્યા હોવા છતાં આજે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યાં છે. પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે, અમને અમારા સ્વજન જ જોઈએ છે.

jhdv
dfj
author img

By

Published : Aug 6, 2020, 12:45 PM IST

Updated : Aug 6, 2020, 2:37 PM IST

અમદાવાદ: કોરોના વાઇરસની સારવાર માટે શહેરમાં અનેક હોસ્પિટલમાં અનેક લોકો દાખલ છે, ત્યારે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. અચાનક જ ગુરુવારની વહેલી સવારે જ ICU વોર્ડમાં આગ લાગી હતી. આ આગમાં 8 દર્દીઓના મોત નીપજ્યા હતાં.

અમદાવાદ: 11 લાખ રૂપિયા આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત...

શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના પિતા-પુત્ર જેમને કોરોના પોઝિટિવ હતો, તેમને પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ આવતા શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં, ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું છે.

મૃતકના પરિવારેે જણાવ્યું હતું કે, બંને 10 દિવસથી સારવાર મેળવી રહ્યાં હતા, તેમની તબિયત પણ સુધારા પર હતી. હોસ્પિટલ તરફથી જ્યારે કહેવામાં આવતું ત્યારે પૈસા પણ ભરતા હતાં. અત્યાર સુધી અમે સારવાર માટે કુલ 11 લાખ રૂપિયા આપ્યા હતાં. પૈસા આપ્યા છતાં આજે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.

હવે પરિવાર એક જ માંગ કરી રહ્યું છે કે, અમને આમારા સ્વજન જ જોઈએ છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ હવે તપાસ થાય છે અને પરિવારને ન્યાય મળશે કે કેમ તે તો જોવાનું જ રહ્યું.

Last Updated : Aug 6, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.