ETV Bharat / state

Ahmedabad Crime News: "ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર દુષ્કર્મનો આરોપ, પોલીસ દ્વારા ધરપકડ", ખોટા સમાચાર અપલોડ કરનાર સામે ગુનો

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર દુષ્કર્મનો આરોપ પોલીસ દ્વારા ધરપકડ, આ પ્રકારના હેડિંગ સાથે ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આવી કોઈપણ પ્રકારની ઘટના ન બની હોવા છતાં પણ ખોટી માહિતી અને અફવા ધરાવતા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વિડિયો પ્રસિદ્ધ કરી લોકોમાં આક્રોશ અને ડરનો માહોલ ફેલાય અને લોકોમાં અંદરો અંદર દ્વેષની લાગણી ઉત્પન્ન થાય તે પ્રકારનું કૃત્ય અજાણ્યા ઇસમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

fake news on a YouTube channel
fake news on a YouTube channel
author img

By

Published : Mar 8, 2023, 7:36 AM IST

અમદાવાદ: શહેર સાયબર ક્રાઇમમાં એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 05/03/2023 ના પહેલા કોઈપણ સમયે એક યુ ટ્યુબ ચેનલમાં ચેનલના ધારક દ્વારા સ્કૂલ બસમાં આગમાં 30 બાળકો જીવતા ભડથું, તેમજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર દુષ્કર્મનો આરોપ પોલીસ દ્વારા ધરપકડ તેવા ભ્રામક અને ખોટી અફવા ફેલાવતા ન્યૂઝ પ્રસારિત કરી જાહેર જનતામાં આક્રોશ અને દ્વેષની લાગણી ઉત્પન્ન કરવાના ઇરાદે તેમજ ભય ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ: આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે, સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરી કરવામાં આવતી હોય તે દરમિયાન ધ્યાને આવ્યું હતું કે ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલના સંચાલક દ્વારા અલગ અલગ યુટ્યુબની લીંક વાળા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ વીડિયોમાં તેણે સ્કૂલ બસમાં આગ 30 બાળકો જીવતા ભડથું તે પ્રકારનું લખાણ લખ્યું હતું.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપી દીધુ

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર દુષ્કર્મનો આરોપ : બીજા વીડિયોમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર દુષ્કર્મનો આરોપ પોલીસ દ્વારા ધરપકડ, આ પ્રકારના હેડિંગ સાથે ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આવી કોઈપણ પ્રકારની ઘટના ન બની હોવા છતાં પણ ખોટી માહિતી અને અફવા ધરાવતા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વિડિયો પ્રસિદ્ધ કરી લોકોમાં આક્રોશ અને ડરનો માહોલ ફેલાય અને લોકોમાં અંદરો અંદર દ્વેષની લાગણી ઉત્પન્ન થાય તે પ્રકારનું કૃત્ય અજાણ્યા ઇસમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમે IPC ની કલમ 469, 505 (1), (ખ), (ગ), 505 (2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Bageshwar Dham: કાયદે મેં રાહોગે તો ફાયદે મેં રહોગે, ઉત્તરાખંડ પહોંચ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી

દલિતોને ધમકાવવાના આરોપમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ પર FIR: બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ સાલીગ્રામ ગર્ગ પર કાયદો કડક થતો જોવા મળી રહ્યો છે. આ મામલો તારીખ 11 ફેબ્રુઆરીની રાતના વાયરલ વીડિયો સાથે જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ વિડિયોમાં જોવા મળી રહ્યુ હતું કે સાલીગ્રામ લગ્ન સમારોહમાં લોકોને ધમકાવતો અને મારપીટ કરતો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ આ જે ગામનો વિડિયો હતો તે ગારહા ગામનો હતો. આ ગામમાં લગ્ન હતા. અનુસૂચિત સમાજના આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સાલીગ્રામે ત્યાં હાજર લોકોને છરીના ઘા ઝીંકી ગાળો આપી અને ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.