- અમદાવાદના રેલવેના જનરલ મેનેજરે કોરોના વારીયર્સને સમર્પિત કરી પુસ્તક
- આ વિશેષ પુસ્તિકાનું શીર્ષક "કોવિડ રોગચાળાનાં વોરિયર્સ” છે.
- પુસ્તકને રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા ડિજિટલ રીતે કરાઈ છે ડિઝાઇન
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે પશ્ચિમ રેલ્વેની ફ્રન્ટ લાઇનના બધા ખરા કામદારોને એક ખાસ પુસ્તિકા સમર્પિત કરી છે. કોરોના રોગચાળાને કારણે જાહેર થયેલા લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વેની મહત્વપૂર્ણ ઉપલ્બધિઓના આધારે વિશેષ પુસ્તિકાનું ડિજિટલ પ્રકાશ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા કરવામાં આવ્યું છે. આ વિશેષ પુસ્તિકાનું શીર્ષક "કોવિડ રોગચાળાનાં વોરિયર્સ” છે.

આ માહિતીપ્રદ પુસ્તિકામાં કોરોના વાઈરસ રોગચાળાના નિવારણ માટે પશ્ચિમ રેલ્વે દ્વારા સુનિશ્ચિત કરેલ બધા પાસાઓ અને યોગદાનને ભવ્ય શૈલીમાં સમાવવામાં આવી છે અને ફરજ પ્રત્યે અજોડ સમર્પણ અને અનુકરણીય ભૂમિકા માટેના તમામ કોરોના કલાકારોની બહાદુરી અને પ્રતિબદ્ધતાને પણ સલામ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, લોકડાઉન હોવા છતાં, પશ્ચિમ રેલવેના પૈડાં હંમેશા કોઈ ન કોઈ રૂપે ગતિમાં રહેતા હતા. જ્યારે પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે પશ્ચિમ રેલ્વે ફક્ત તેના વિશાળ નેટવર્કના નિયમિત જાળવણી અને સુધારણાના કાર્યમાંજ રોકાયેલા રહીં, પણ સમાજના ઘણા જરૂરીયાતમંદોને નિ:શુલ્ક ખોરાકનું વિતરણ કરવા પ્રથમ પંક્તિના કર્મચારીઓ માટે માસ્ક, PPE કીટ અને સેનિટાઇઝર્સ તૈયાર કરવા સિવાય દેશભરમાં જરૂરી સામગ્રીની પરિવહન અને અન્ય પ્રવૃત્તિઓમાં પશ્ચિમ રેલવેના કાર્યકરો દ્વારા સક્રિય યોગદાન આપવામાં આવ્યું હતું.

આ સમયગાળા દરમિયાન વિવિધ માળખાકીય સિદ્ધિઓ ઉપરાંત, સામાન્ય કોચને આઇસોલેશન વોર્ડમાં રૂપાંતરિત કરવા સહિતની વિવિધ નવીનતાઓનો પણ આ પુસ્તિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ રેલવેના કોવિડને સમર્પિત જગજીવન રામ હોસ્પિટલનું મોટું યોગદાન પણ દર્શાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ દેશની પ્રથમ અને એકમાત્ર રેલવે હોસ્પિટલ છે, જે કોરોના દર્દીઓની સારવારને સમર્પિત છે.