અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો સારવાર માટે આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કુપોષણના કારણે ડિસેમ્બર-2019માં 85 જેટલા નવજાત બાળકોના મોત થયા છે. તેમજ રાજકોટની પણ સિવિલ હોસ્પિટલમાં 134 નવજાત બાળકોના મોત થયા છે.
માત્ર ડિસેમ્બર માસ જ નહીં પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ બાળકોના મોત થયા હતા. ત્યારે રાજસ્થાન સિવાય ગુજરાત રાજ્ય પણ બાળકોના મોત મામલે વિવાદોમાં છે.