ETV Bharat / state

અમદાવાદ: નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગથી 8 દર્દીના મોત - અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ

અમદાવાદ શહેરમાં એક ખૂબ જ ગોઝારી ઘટના બની છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં ખાતે આવેલી શ્રેય હોસ્પિટલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. તેમાં 3.15 વાગે રાત્રે આગ લાગતા 8 કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Aug 6, 2020, 7:32 AM IST

Updated : Aug 6, 2020, 11:14 AM IST

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટેની હોસ્પિટલ જાહેર કરાયા બાદ પણ આ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી હતી કે, કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યાં છે. હોસ્પિટલમાં 49 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આ આગ રાત્રે 3:00 વાગે લાગી હતી અને 4.20 એ બુઝાવામાં આવી હતી. આ આગમાં 5 પુરુષ, ત્રણ મહિલાના મોત થયાં છે અને એક મેડિકલ પેરામેડીકલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા છે.

અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી, 8 દર્દીના મોત

આ આગની જાણ થતાં ફાયરની 6 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ચાર અધિકારીઓ પણ પહોંચ્યા હતાં. જો કે, મહત્વનું છે કે, હોસ્પિટલના ચોથા માળે આગ લાગતા જે દર્દીઓ જ્યાં હતા તે સ્થાને જ ભડથું થઇ ગયા હતાં. હાલ તો આગ કાબૂમાં આવી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

મૃતકોના નામની યાદી

  • આયશાબેન તિરમીજી, પાલડી
  • જ્યોતિબેન સિંધી, ખેરાલુ
  • અરવિંદભાઈ ભાવસાર, મેમનગર
  • નવીનલાલ શાહ, ધોળકા
  • આરીફ મન્સુરૂ, વેજલપુર
  • લીલાવતીબેન શાહ, વાસણા
  • નરેન્દ્રભાઈ શાહ, ધોળકા
  • મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર

Last Updated : Aug 6, 2020, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.