ETV Bharat / state

રથયાત્રાના દિવસે 16 લાખથી વધુની સિગરેટ ચોરી કરનારા 5 ચોરની ધરપકડ - AHD

અમદાવાદઃ 4 જુને રથયાત્રાનો ફાયદો ઉઠાવી ઇદગાહ પાસેના સિવિક સેન્ટરમાંથી બંધ દુકાનના તાળા તોડી સિગરેટના કુલ 20 બોક્સનો જથ્થો ચોરી કરનારા ચોર ઝડપાયા છે. ચોર પાસેથી 12 બોક્સ પોલીસે પરત મેળવ્યા હતા અને અન્ય 8 બોક્સ અન્ય વ્યક્તિને આપ્યા હોવાની કબૂલાત ચોરોએ કરી હતી. આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

cigarettes
author img

By

Published : Jul 9, 2019, 5:38 PM IST

શહેરના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇદગાહ પાસે સિવિક સેન્ટરમાં રથયાત્રાના દિવસે રજાનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનનું તાળું તોડી સિગરેટના 20 બોક્સનો જથ્થો જેની કુલ કિંમત 16.40 લાખ થાય છે. આ અંગે દુકાન માલિકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરું કરી હતી. ચોરી અંગે પોલીસે હિસ્ટ્રી-સીટરોની તપાસ શરું કરી જેમાં કેટલાક હિસ્ટ્રી-સીટર પોતાના ઘરે હાજર ન હતા.

સિગરેટ ચોરની ધરપકડ

પોલીસે આ મામલે CCTV ચેક કર્યા તો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીન્કુ સરદાર નામનો આરોપી અને તેના અન્ય 4 સાગરીતો જોવા મળ્યા હતા. CCTV ફુટેઝના આધારે પોલીસે મોબાઈલ લોકેશની તપાસ કરી હતી અને 5 ચોરને ઝડપી પાડ્યા હતા. તમામ ચોર અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા છે. પોલીસે ચોર પાસેથી 20 બોક્સમાંથી 12 બોક્સનો જથ્થો કબજે કર્યો છે. જયારે અન્ય 8 બોક્સ સરસપુરના વ્યક્તિને આપ્યા છે, તેવું જાણવા મળ્યું હતું. પોલીસે તે વ્યક્તિની પણ તપાસ શરું કરી છે.

સિગરેટના બોક્સ સરળતાથી વહેચાઈ જતા હોવાથી સિગરેટના બોક્સની ચોરી કરવાનું પસંદ કર્યું હતું. પોલીસે 16.40 લાખની ચોરીમાંથી 9.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચોરી કરેલા બોક્સ કેટલામાં અને કોને વેચ્યા તેના અંગે પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી આ સિવાય અન્ય ક્યા ગુનાહમાં સંડોવાયેલા છે તેના અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદમાં ૪ જુને રથયાત્રાનો ફાયદો ઉઠાવી ઇદગાહ પાસેના સિવિક સેન્ટરમાંથી બંધ દુકાનના તાળા તોડી સિગરેટના કુલ ૨૦ બોક્ષ ચોરી કરનારા ચોર ઝડપાયા.ચોર પાસેથી 12 બોક્ષ પોલીસે પરત મેળવ્યા અન્ય ૮ બોક્ષ અન્ય વ્યક્તિને આપ્યા હતા તે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.

Body:શહેરના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇદગાહ પાસે સિવિક સેન્ટર આવેલું છે જ્યાં રથયાત્રાના દિવસે રજાનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનનું તાળું તોડીને સિગરેટના ૨૦ બોક્ષ જેની કુલ કીમત ૧૬.૪૦ લાખની છે તે ચોરી કર્યા હતા.આ અંગે દુકાન માલિકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.ચોરી અંગે પોલીસે હિસ્ટ્રી-સીટરોની તપાસ શરુ કરી હતી જેમાં કેટલાક હિસ્ટ્રી-સીટર પોતાના ઘરે હાજર નહોતા.

પોલીસે આ મામલે સીસીટીવી ચેક કર્યા તો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીન્કુ સરદાર નામનો આરોપી અને તેના અન્ય ૪ સાગરીતો જોવા મળ્યા હતા જેના આધારે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી હતી અને ૫ ચોરને ઝડપી પાડ્યા હતા.તમામ ચોર અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા છે.પોલીસે ચોર પાસેથી ૨૦ બોક્ષમાંથી 12 બોક્ષ કબજે કર્યા છે જયારે અન્ય ૮ બોક્ષ સરસપુરના વ્યક્તિને આપી દીધું છે તેવું જાણવા મળ્યું હતું.પોલીસે તે વ્યક્તિની પણ તપાસ શરુ કરી છે.

સિગરેટના બોક્ષ સરળતાથી વહેચાઈ જતા હોવાથી સિગરેટના બોક્ષની ચોરી કરવાનું પસંદ કર્યું હતું.પોલીસે ૧૬.૪૦ લાખની ચોરીમાંથી ૯.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ચોરી કરેલ બોક્ષ કેટલામાં અને કોણે વહેચતા હતા તે અંગે પોલીસે દ્વારા તપાસ થઇ રહી છે અને આરોપી આ સિવાય અન્ય ક્યા ગુનાહમાં સંડોવાયેલા છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે..

બાઈટ- ધર્મેન્દ્ર શર્મા( ડીસીપી-ઝોન-૨)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.