ETV Bharat / state

ભારતીય જનતા પક્ષનો 40મો સ્થાપના દિવસઃ દેશના સૌથી મોટા પક્ષ ભાજપનો રસપ્રદ ઈતિહાસ - લાલ કૃષ્ણ અડવાણી

આજે 6 એપ્રિલ, 2020ના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપના સ્થાપના દિવસે આજે ભાજપના રસપ્રદ ઈતિહાસ પર એક નજર કરીએ.

ભારતીય જનતા પક્ષનો 40મો સ્થાપના દિવસઃ દેશના સૌથી મોટા પક્ષ ભાજપનો રસપ્રદ ઈતિહાસ

author img

By

Published : Apr 6, 2020, 7:23 PM IST

અમદાવાદઃ આજે 6 એપ્રિલ, 2020ના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે. 1951માં જન સંઘની સ્થાપનાથી શરૂ થયેલી સફર બાદ ભાજપ આજે દેશની સૌથી મોટો પક્ષ બન્યો છે. એ તો ખરું જ, આજે કેન્દ્રમાં સત્તા પર છે.શૂન્યથી શિખર સુધી- કેન્દ્રમાં ભાજપને લઈ જવામાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને ત્યાર પછી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. ભાજપના સ્થાપના દિવસે આજે ભાજપના રસપ્રદ ઈતિહાસ પર એક નજર કરીએ.

ભારતીય જનતા પક્ષનો 40મો સ્થાપના દિવસઃ દેશના સૌથી મોટા પક્ષ ભાજપનો રસપ્રદ ઈતિહાસ
ભારતીય જનતા પક્ષનો 40મો સ્થાપના દિવસઃ દેશના સૌથી મોટા પક્ષ ભાજપનો રસપ્રદ ઈતિહાસ
1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ જન સંઘની સ્થાપના કરી હતી. આ જન સંઘને ભાજપની જનેતા માનવામાં આવે છે. 1977માં અનેક નાના પક્ષો ભેગા કરીને જન સંઘનો ‘જનતા પાર્ટી’માં વિલય કરવામાં આવ્યો હતો. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી હતી, અને ગુજરાતી એવા મોરારજીભાઈ દેસાઈની આગેવાનીમાં સરકાર બનાવી હતી.

1980માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેટલાંક જૂના જોગીઓએ ભેગાં મળીને ‘ભારતીય જનતા પક્ષ’ એટલે કે ભાજપની સ્થાપના કરી હતી. વાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહુ ઉંડે સુધી પોતાની છાપ છોડી. 1984ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયો, તે વખતે ચૂંટણીમાં ભાજપને માત્ર બે બેઠકો જ મળી હતી. એ પછી ભાજપે હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો.

વર્ષ 1984થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો કર્યાં પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. 1989માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 88 બેઠક મળી હતી, અને ભાજપ પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરીને આવ્યો હતો. જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું હતું. 1990માં રામજન્મ ભૂમિ આંદોલન થયું, તેમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ થઈ, તે વખતે ભાજપે સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો.

1996માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યાં, અને ભાજપની સરકાર રચાઈ પણ 271 સાંસદોનું સમર્થન ન મળતાં અંતે તેમણે રાજીનામું આપ્યું હતું. આખરે 1998માં વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યાં અને નેશમલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સ્થાપના થઇ. અને ફરી વખત ભાજપની આગેવાનીમાં સાથી પક્ષો દ્વારા બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં એનડીએને 302 બેઠકો મળી. વડાપ્રધાન વાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરાં કર્યાં. વર્ષ ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓમાં NDA અને ભાજપનો પરાજય અણધાર્યો હતો. એનડીએને 136 બેઠકો મળી. વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી એટલે 2014 સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએનો રહ્યો. આ સમયગાળો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખરડાયેલો હતો, તેનું પરિણામ એ આવ્યું કે 2014માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતાએ 282 બેઠકોની જંગી બહુમતી આપી. કોંગ્રેસ પછી જો કોઇ એક પક્ષને લોકસભામાં સંપૂર્ણ અને જંગી બહુમતી મળી હોય તેવી ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં 2014માં પહેલીવાર બની હતી. ભાજપના રાજકીય ઇતિહાસનું આ સર્વોચ્ચ શિખર હતું. 2019ની ચૂંટણીનું ગણિત અલગ જ હતું. બહુમતી લોકોને શંકા હતી કે 2019માં ભાજપને સંપૂર્ણપણે બહુમતી નહીં મળે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેજિક જ ચાલ્યો. કોંગ્રેસ પક્ષ તૂટતો જતો હોય તેમ રાહુલ ગાંધીનું નેતૃત્વ પ્રજાએ સ્વીકાર્યું નહીં. 2019માં લોકસભાની 543 બેઠકોમાંથી 303 બેઠકો મેળવી. અને નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બન્યાં. આજે ભાજપ તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસે ભારત નહી પણ વિશ્વ પર ભરડો લીધો છે, અને લૉક ડાઉનની સ્થિતિમાં ભાજપે આજે કોઈપણ પ્રકારની ઉજવણી કરી નથી.અહેવાલ- ભરત પંચાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.