ETV Bharat / state

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજે લીધા શપથ, સંખ્યાબળ થયું 31 - took oath

નવી દિલ્હીઃ કોલેજીયમ અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ચીફ જસ્ટિલ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની હાજરીમાં 4 નવા ન્યાયાધીશોએ શપથ લીધા હતા. નવા ન્યાયાધીશોના શપથ બાદ સુપ્રીમમાં ન્યાયાધીશોનો કુલ આંકડો 31 સુધી પહોંચ્યો છે.

hd
author img

By

Published : May 24, 2019, 6:14 PM IST

શુક્રવારે જસ્ટિસ બી.આર.ગવાઈ, સૂર્યાકાંત, અનિરૂદ્ધ બોઝ અને એ. એસ. બોપ્પનને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ શપથ લેવડાવ્યા હતા. ચારેય નવા જજે કાર્યકાળ સંભાળવા માટે શપથ લીધા હતા.

આ શપથ બાદ સુપ્રીમ કૉર્ટમાં હવે કુલ 31 જજ હાજર રહેશે. જેથી લોકોને વહેલીતકે ન્યાય મળે તેવી શક્યતાઓ છે. જસ્ટિસ એ.એસ.સાપરેની નિવૃતિ બાદ આશરે 3 માસના સમયગાળા બાદ સુપ્રિમ કૉર્ટ તેની ફૂલ કાર્યક્ષમતા સાથે 31 ન્યાયાધીશ સાથે બેસશે. સુપ્રીમ કૉર્ટમાં નિમણુંક પહેલા બી.આર.ગવાઈ બોમ્બે હાઈકૉર્ટના જજ રહી ચૂક્યા છે. જ્યારે સૂર્યકાંત હિમાચલ હાઈકૉર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે. બંને જજની સુપ્રીમ કૉર્ટમાં નિમણૂંક કરવા બાબતે કોલેજીયમ દ્વારા કેન્દ્ર સરકારને ગત મહિને ભલામણ કરવામાં આવી હતી. જેને માન્ય રાખતા કેન્દ્ર સરકારે તેમની નિમણૂંક કરી છે. અન્ય બે નિમણૂંક પામેલા ન્યાયાધીશોને તેમની સિનિયોરીટીના આધારે નિમાયા છે. જસ્ટિસ બોઝ જારખંડ હાઈકૉર્ટના જ્યારે બોપન્ના ગુહવાટી હાઈકૉર્ટના જજ રહી ચૂક્યા છે.

Intro:(નોંધ - સુપ્રીમ કોર્ટનો ફોટો વાપરવો)

કોલેજીયમ અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ રંજન ગોગોઈની હાજરીમાં સુપ્રીમ કોર્ટમાં 4 જજ દ્વારા શુક્રવારે શપથ લેવામાં આવી હતી.. જસ્ટિસ બી.આર. ગવાઈ, સૂર્યા કાંત, અનિરુદ્ધ બોઝ, અને એ.એસ બોપ્પનના દ્વારા સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સાંભળવા માટે શપથ લીધા હતા....

Body:સુપ્રીમ કોર્ટમાં હવે 31 જજ હાજર રહેશે જેથી લોકોને વહેલી તકે ન્યાય મળે એવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જસ્ટિસ એ.એમ સાપરેની નિવૃત્તિ બાદ લગભગ 3 મહિના જેટલા સમયગાળામાં સુપ્રીમ કોર્ટ તેની ફૂલ કાર્યક્ષમતા સાથે 31 જજ સાથે બેસશે...

સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેની નિમણુંક પહેલા બી.આર. ગવાઈ બોમ્બે હાઇકોર્ટના જજ રહી ચૂક્યા છે જ્યારે સૂર્યકાંત હિમાચલ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે. બંને જજની સુપ્રીમ કોર્ટમાં નિમણુંક કરવા બાબતે કોલેજીયમ દ્વારા કેન્દ્ર સરકારને ગત મહિને ભલામણ કરવામાં આવી હતી જેને માન્ય રાખતા કેન્દ્ર દ્વારા તેમની નિમણુંક કરવામાં આવી છે...

Conclusion:જ્યારે અન્ય બે જજ જસ્ટિસ બોઝ અને બોપન્નાને સિનિયોરીટીના આધારે સુપ્રીમ કોર્ટમાં નિમણુંક કરવામાં આવ્યા છે..જસ્ટિસ બોઝ ઝારખંડ હાઇકોર્ટ અને બોપન્ના ગૌહાટી હાઇકોર્ટમાં ચીફ જજ રહી ચૂક્યા છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.