અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન અને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે મૂળ ભારતીય પણ વિદેશમાં અલગ હેતુથી ગયેલા અનેક લોકો ફસાયા છે, ત્યારે ભારત સરકારે તેમને પરત લાવવા પણ આયોજન કર્યું છે. જેમાં યુ.કે.માં ફસાયેલા લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તમામનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતુ.
ભારત સરકારે લોકો પરત લાવવાના હેતુથી શરૂ કરેલા અભિયાનમાં અનેક લોકોને ભારત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે યુનાઈટેડ કિંગડમથી 323 લોકોને લઈને ફલાઇટ અમદાવાદ પહોંચી છે. જેમાં ગુજરાતના 123 વ્યક્તિઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે. હજુ વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવામાં આવશે.
અમદાવાદ ઇન્ટરનેશન એરપોર્ટ પર બહારથી આવેલા તમામ લોકોને તથા તેમના સામાનને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે અને મુસાફરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.