ETV Bharat / state

એલજી હોસ્પિટલમાં 20 કોરોના પોઝિટિવ મહિલાઓની પ્રસૂતિ કરવામાં આવી

એલજી હોસ્પિટલ હવે રાબેતા મુજબ શરુ થઈ ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી. હોસ્પિટલમાં 20 કોરોના પોઝિટિવ મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં આવી છે. ડિલિવરી થયાં પછી એ મહિલા અને બાળકને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર પણ કરી લેવામાં આવ્યાં છે.

author img

By

Published : May 5, 2020, 4:05 PM IST

એલજીમાં 20 કોરોના પોઝિટિવ મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં આવી

અમદાવાદઃ મનપા કમિશનરે LG હોસ્પિટલ વિશે જણાવતા જણાવ્યુ હતુ કે, હવે આ હોસ્પિટલને રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. અને સ્ટાફ દ્વારા પુરતા પ્રિકોશન બાદ હવે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. 1680 દર્દીઓને ઓપીડીમાં સારવાર આપી. 200 પેશન્ટને દાખલ કરવામાં આવ્યા છે. 80 પ્રસુતી કરાવવામાં આવી છે. એલજી હોસ્પિટલમાં દરેક પેશન્ટ કોરોના પોઝિટિવ હોઈ શકે તેમ માનીને જ તેમની સારવાર કરાય છે. 20 કોરોના પોઝિટિવ મહિલાઓની પ્રસુતી કરાવવામાં આવી છે. ડિલિવરી થયા પછી એ મહિલા અને બાળકેને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર પણ કરી લેવામાં આવ્યાં છે.

વિજય નહેરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ધીરેધીરે સામાન્ય થઈ જશે. એક્ટિવ કેસના વધવાનો રેટ 5 ટકા સુધી આવ્યો છે. જેને 0 સુધી લઈ જવો પડશે. જો એ શક્ય બનશે તો જ કોરોનાને નાથી શકાશે. હજુ એકવાર કોરોના પીક પકડીને કેસમાં ઉછાળો આવી શકે પણ એથી ડરવાની જરૂર નથી.બીજી એક સારી બાબત એ છે કે, અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાંથી કુલ 691 લોકોને રજા આપી ઘરે મોકલી દીધાં છે. અત્યારે 3101 કેસ જે એક્ટિવ છે એ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. એ બધાં જ કેસો પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. હાલમાં 10 લાખની વસ્તીએ આપણે 5344 ટેસ્ટ કરી રહ્યાં છીએ. તેમ જ હજુ પણ આ આંકડો આગળ વધી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.