અમદાવાદઃ અમદાવાદ શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વસ્તીની સંખ્યામાં વધુ છે. અન્ય શહેરમાંથી લોકો ધીમે ધીમે અમદાવાદ શહેરમાં પણ ધંધા રોજગાર માટે અહીંયા આવી રહ્યા છે. નવા બાંધકામ થાય તે માટે ટીપીની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ TPને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા જ આ ટીપી ઉપર આગળની કામગીરી શરૂ કરવામાં આવશે.
"આ TPની આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી મળતા જ આ TP ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે. આ TPમાં અર્બન હેલ્થ સેન્ટર ગાર્ડન સ્કૂલ ઓપન સ્પેસ પમ્પિંગ સ્ટેશન મકાન જે તમામ વસ્તુઓને ડેવલપ કરી શકાશે."--દેવાંગ દાણી, ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન, AMC
ક્યાં વિસ્તારને થશે લાભ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં TPની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરખેજ, કઠવાડા, નરોડા, જેતરપુર, વટવા, સાબરમતી, ચાંદલોડિયા, બાકરોલ સહિતના વિસ્તારોમાં નવી TP ખોલવામાં આવશે. જેથી તે વિસ્તારને પણ વિકાસનો નવો વેગ મળશે. આ TP ખુલતા જ નવા રેસીડેન્સી બાંધકામો ગાર્ડન જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે.
43 હજારથી પણ વધુ અરજીઓ પ્રાપ્ત: અમદાવાદ શહેરના વિકાસમાં આ TP ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 14 ઓગસ્ટ 2023 સુધીમાં મળીને કુલ 43 હજારથી પણ વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આજની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ તમામ અરજીઓનું જલ્દી નિકાલ થાય અને ઇમ્પેક્ટ ફીમાં જે મુશ્કેલીઓ પડી રહી છે. તે દૂર થાય તેની સૂચનાઓ પણ જે તે અધિકારીઓને આપવામાં આવી છે.