ETV Bharat / state

ગુજરાતમાં આ વર્ષે 1054 ટ્રાન્સજેન્ડર મતદાતાઓ કરશે મતાધિકારનો ઉપયોગ - Gujarati news

અમદાવાદઃ આગામી 23 એપ્રિલના રોજ લોકશાહીના મહાપર્વ એટલે કે, લોકસભા ચૂંટણીનું મતદાન ગુજરાતની 26 બેઠકો પર યોજાશે ત્યારે દરેક મત કિંમતી બની રહેશે. દરેક પાર્ટીઓ પ્રચાર-પ્રસાર અને વાયદાઓ કરી મત પોતાની તરફેણમાં કરવા પ્રયત્નો કરી રહી છે, ત્યારે ગુજરાતમાં આ વર્ષે 1054 ટ્રાન્સજેન્ડર મતદાતાઓની નોંધણી થઈ છે.

રાજુ માતાજી, અમદાવાદ પૂર્વ લોકસભા ઉમેદવાર
author img

By

Published : Apr 19, 2019, 7:14 AM IST

આ વર્ષે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 51,709 મતદાન સેન્ટર પર મતદાન યોજાશે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.47 કરોડ છે. જેમાં 2.33 કરોડ પુરુષ, 2.14 કરોડ મહિલા, 1054 ટ્રાન્સજેન્ડર મતદારો છે. જેમાં 769 ટ્રાન્સજેન્ડર પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

139 ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા સાથે રાજ્યમાં અમદાવાદ પ્રથમ સ્થાને છે. ત્યારબાદ આણંદમાં 122, વડોદરામાં 119 અને સુરતમાં 111 થર્ડ જેન્ડર વોટર્સ રજિસ્ટર થયા છે. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના લોકોની સંખ્યા વર્ષ 2011 જનગણના મુજબ 11,544 છે. જેમાંથી ફક્ત 1054 લોકો જ મતદાતા તરીકે રજિસ્ટર થયા છે.

જુઓ વીડિયો...

17 મી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ૨૩ એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં પ્રથમ વખત 769 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સંખ્યા આગામી સમયમાં વધે અને વધુ લોકો મત આપવા જાગ્રૃત થાય તથા વર્ષોથી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને સતાવતા પ્રશ્નો જેવા કે નોકરી, શિક્ષણ અને સન્માન વગેરેનો તેમને ઉત્તર મળે અને થર્ડ જેન્ડર મતદારોને ફાયદો મળે તે માટે મત આપવો જરૂરી છે.

Intro:૨૩ એપ્રિલના રોજ લોકશાહીના મહાપર્વ એટલે કે લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં મતદાન યોજાશે અને દરેક મત કિંમતી બની રહેશે. દરેક પાર્ટીઓ પ્રચાર-પ્રસાર અને વાયદાઓ કરી મત પોતાની તરફેણમાં આવે તેવા પ્રયત્નો કરી રહી છે, ત્યારે ગુજરાતમાં આ વર્ષે ૧૦૫૪ ટ્રાન્સજેન્ડર મતદાતાઓ મહત્વનો ભાગ ભજવશે

Body:આ વર્ષે ગુજરાતમાં કુલ ૧૦૫૪ ટ્રાન્સજેન્ડર વોટર ની નોંધણી થઈ છે. જેમાં મોટાભાગના પ્રથમ વખત મતદાન કરશે. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે ૫૧,૭૦૯ મતદાન સેન્ટર પર મતદાન થશે. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ૪.૪૭ કરોડ છે. જેમાં ૨.૩૩ કરોડ પુરુષો અને ૨.૧૪ કરોડ મહિલા મતદારો છે. જ્યારે ૧૦૫૪ ટ્રાન્સજેન્ડર મતદારો છે. જેમાં ૭૬૯ પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યામાં અમદાવાદ પ્રથમ છે. અમદાવાદમાં ૧૩૯ મતદારો રજિસ્ટર થયા છે અમદાવાદ બાદ આણંદ ૧૨૨, વડોદરા ૧૧૯ અને સુરતમાં ૧૧૧ થર્ડ જેન્ડર વોટર્સ રજિસ્ટર થયા છે. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના લોકોની સંખ્યા વર્ષ ૨૦૧૧ની જનગણના મુજબ ૧૧,૫૪૪ છે. જેમાંથી ફક્ત ૧૦૫૪ જ મતદાતા તરીકે રજિસ્ટર થયા છે.

Conclusion:૧૭ મી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ૨૩ એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન થશે. જેમાં પ્રથમ વખત ૭૬૯ ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આ સંખ્યા આવનારા સમયમાં વધે અને વધુ લોકો મત આપવા જાગ્રત થાય તથા વર્ષોથી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને સતાવતા પ્રશ્નો જેવા કે જોબ, એજ્યુકેશન, સન્માન વગેરેનો તેમને ઉત્તર મળે અને થર્ડ જેન્ડર વોટરનો ફાયદો તેમને મળે તે માટે વોટ આપવો જરૂરી છે.

byte 1 રાજુ માસી/ રાજુ માતાજી, અમદાવાદ પૂર્વ લોકસભા ઉમેદવાર

byte 2 ટ્રાન્સજેન્ડર

byte 3 ટ્રાન્સજેન્ડર

નોંધ: અમદાવાદ પૂર્વથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર કિન્નર ની સ્ટોરી અગાઉ મોકલી છે તે સ્ટોરીમાંથી અમુક વિઝ્યુઅલ નો ઉપયોગ કરવા વિનંતી. જરૂરત જણાય તો વોઈસ ઓવર પણ કરવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.