મિરઝાપુરઃ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ પ્લેયર કે.એમ.ચંદાના પિતા ટીબીની બિમારીથી પીડિત છે. આર્થિક સંકડામણને લીધે, તેઓ દવા પણ મેળવી શકતા નથી. કે.એમ.ચંદાએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ અને રાષ્ટ્રીય જુનિયર એથલેટિક્સનો રમીને ઇતિહાસ રચ્યો છે. હવે ભારતનું નામ રોશન કરવા માટે દિલ્હીમાં રાત-દિવસ મહેનત કરી રહી છે.
![આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ચંદાના પિતા પાસે નથી સારવાર પૈસા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-mir-03-khelisfatherseekshelpfromsick-visbite-7206088_31102020143937_3110f_1604135377_675.jpg)
મિરઝાપુર નક્સલ પ્રભાવિત વિસ્તારના રાજગઢ બ્લોકના સોનપુર ગામમાં રહેતી કે.એમ.ચંદા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ અને રાષ્ટ્રીય જુનિયર એથ્લેટિક્સમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. ચંદાના પિતા સત્યનારાયણ પ્રજાપતિ ટીબીની બિમારીથી પીડિત છે. આર્થિક સંકટ એવું છે કે તેમની પાસે દવા ખરીદવાના પૈસા પણ નથી. 4 વર્ષથી માંદગીને કારણે સત્યનારાયણે 10 વિઘા જમીન વેચી નાંખી છે. આર્થિક સંકડામણને કારણે હવે ચંદાના પિતાની દવા બંધ થઈ ગઈ છે.
![આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ચંદાના પિતા પાસે નથી સારવાર પૈસા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-mir-03-khelisfatherseekshelpfromsick-visbite-7206088_31102020143937_3110f_1604135377_9.jpg)
કે.એમ.ચંદાની માતાએ જણાવ્યુ કે, આજ સુધી અમને સરકાર તરફથી કોઈ સુવિધા મળી નથી. જે જમીન હતી તે વેચીને મારા પતિ માટે દવા કરાવું છુ તેમણે ચંદાને દોડવીર બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી.