ETV Bharat / sports

Tokyo Olympics : મહિલા ટીમ સેમીફાઈનલમાં પહોંચી, લોકોએ કોચને કહ્યું, ચક દેનો 'શાહરુખ' - ટ્વીટર રિએક્સન

ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)ની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે અદભૂત પ્રદર્શન કર્યું અને 1-0થી જીત મેળવ્યા પછી પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી હતી.

ચક દેનો 'શાહરુખ'
ચક દેનો 'શાહરુખ'
author img

By

Published : Aug 2, 2021, 2:25 PM IST

  • ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે અદભૂત પ્રદર્શન કર્યું
  • ભારતની મહિલા અને પુરુષ ટીમ ઓલિમ્પિક્સની સેમીફાઇનલમાં પહોંચી
  • સોશિયલ મીડિયા ભારતીય મહિલાની ગૌરવપૂર્ણ જીતની ઉજવણી કરી રહ્યું

ટોક્યો (જાપાન) : ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)ની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે (Indian Hockey women Team) અદભૂત પ્રદર્શન કર્યું અને 1-0થી જીત મેળવ્યા પછી પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી હતી. ભારતીય મહિલાઓ માટે ગુરજીત કૌરે એકમાત્ર ગોલ કર્યો અને બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમને લીડ અપાવી હતી.

ભારતીય ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની ટીમને મેચમાં એક પણ ગોલ કરવા દીધો

આ પ્રથમ વખત છે જ્યારે ભારતની મહિલા અને પુરુષ ટીમ ઓલિમ્પિક્સની સેમીફાઇનલમાં પહોંચી છે. સમગ્ર સોશિયલ મીડિયા ભારતીય મહિલાની આ ગૌરવપૂર્ણ જીતની ઉજવણી કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની ટીમને મેચમાં એક પણ ગોલ કરવા દીધો ન હતો. બીજી તરફ, ભારતીય મહિલા હોકી ટીમના કોચ શોર્ડ મરીજ (Indian women's hockey team chief coach Sjoerd Marijne)ને મેચ પ્રત્યેની પ્રતિક્રિયા જોવા જેવી છે.

આ પણ વાંચો : 2016 થી આજ સુધી જાણો, કેવી રહી તીરંદાજ અતનુ દાસની ઓલિમ્પિક યાત્રા

યુઝર્સે ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'ને યાદ કરી

ભારતીય ટીમે મેચ જીતી ત્યારે કોચ પણ વીડિયો કોલ કરીને કોઈને આ ખુશખબરી આપતા જોવા મળ્યા હતા. કોચ પણ ખૂબ ભાવુક બની ગયા હતા. ભારતીય મહિલા ટીમના કોચની ખુશી જોઈને લોકોએ ટ્વીટ કરવાનું શરૂ કર્યું છે. ઘણા યુઝર્સે ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'ને યાદ કરી દીધી હતી.

આ પણ વાંચો : Tokyo Olympics Day 9: વાંચો, 9માં દિવસે ક્યા ભારતીય ખેલાડીઓ ઉતરશે મેદાનમાં...

સોજર્ડ મરિજનની સરખામણી અભિનેતા શાહરૂખ ખાનના પાત્ર સાથે કરાઇ

ભારતીય મહિલા ટીમને ઓલિમ્પિક્સની સેમીફાઇનલ સુધીની સફર કરવાવાળા ભારતીય કોચની પ્રશંસા સોશિયલ મીડિયા કરી રહ્યું છે. કોચ સોજર્ડ મરિજનની સરખામણી અભિનેતા શાહરૂખ ખાનના પાત્ર સાથે કરવામાં આવી છે. જેમણે ફિલ્મ ચક દે ઇન્ડિયામાં ભારતીય મહિલા ટીમના કોચની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહિ, મહિલા ટીમના કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપવા માટે લોકોએ સોશિયલ મીડિયા પર અપીલ પણ કરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.