- પુરૂષ સિંગલમાં શરત કમલની જીત
- બીજા રાઉન્ડમાં પૂર્તુગલના ટીએગો એપોલોનીયાને હરાવ્યો
- 4-2થી હરાવી મેચ પોતાના નામે કર્યો
ટોક્યોઃ ભારતીય ટેબલ ટેનીસ ખેલાડી શરત કમલે ટોક્યો ઓલિમ્પિકના પુરૂષ સિંગલના બીજા રાઉન્ડમાં પૂર્તુગલના ટીએગો એપોલોનીયાને 4-2થી હરાવ્યો છે. આ મેચમાં કમલે શાનદાર વાપસી કરી હતી, કારણ કે તેઓ પ્રથમ સેટ 2-11થી હારી ગયા હતા. પાવર શોર્ટ, કેટલાક શાનદાર સ્મેશ અને બેકહેંડ સ્લાઈડની સાથે તેના વિરોધી સતત શરત પર આક્રમકતા બતાવી રહ્યા હતા. જોકે, આગળના બે સેટમાં તેઓએ શાનદાર વાપસી કરીને મેચ જીત્યો હતો. આગળના બે સેટમાં તેમણે પુર્તગલના ખેલાડીને 11-8, 11-5થી હરાવ્યો હતો.
ચોથો સેટ ગુમાવ્યા બાદ પાંચમાં સેટમાં કરી શાનદાર વાપસી
ચોથા સેટમાં બન્ને ખેલાડી સારૂ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સેટ શરત 9-11 થી હારી ગયો હતો. જોકે, પાંચમાં સેટમાં વાપસી કરીને 11-6થી સેટ જીતી લીધો હતો. ત્યારબાદ મેચ છઠ્ઠા સેટમાં ગયો હતો, જ્યા બંને ખેલાડી બરાબરી રમી રહ્યા હતા. શરતે આ સેટ 11-9થી જીતીને મેચમાં પોતાની જીત પાક્કી કરી હતી.