- ટોક્યો ઓલિમ્પિકનો (Tokyo Olympics) આજે 7મો દિવસ છે
- ભારતીય તીરંદાજ અતનુ દાસે (Indian archer Atanu Das) કોરિયાના ખેલાડી જિન્હ્યેકને હરાવ્યો
- કોરિયાના ખેલાડી જિન્હ્યેક (Korean player Jinhyek)ની સામે અતનુએ 6-5થી જીત મેળવી હતી
જાપાનઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો આજે 7મો દિવસ છે. ત્યારે આજે ભારતની સારી શરૂઆત થઈ છે. ભારતીય તીરંદાજ અતનુ દાસ (Indian archer Atanu Das) પુરૂષ સિંગલ 1/16 એલિમિનેશનની મેચ રમી રહ્યા હતા, જેમાં તેમના હરિફ કોરિયાના ખેલાડી જિન્હ્યેક (Korean player Jinhyek) હતા. આ મેચમાં અતનુએ 6-5થી જીત મેળવી હતી.
આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 7: હોકીમાં ભારતે ચેમ્પિયન ટીમ અર્જટીનાને 3-1થી હરાવ્યું
તીરંદાજ તરૂણદિપે યુક્રેનના ખેલાડીને મ્હાત આપી પણ આગળ ન વધી શક્યા
આ પહેલા અતનુનો સામનો પુરૂષ સિંગલ 1/32 એલિમિનેશન મેચમાં થયો હતો, જેમાં તેમણે ચીની તાઈપેના ખેલાડી ચેંગ યુ ડેંગ (Cheng Yu Deng). આ મેચમાં અતનુને 6-4થી જીત મળી હતી. બીજા તીરંદાજ તરૂણદિપ રાયે પુરૂષ અંતિમ 32 વર્ષની મેચમાં યુક્રેનના હનબિન ઓલેસ્કી (Hanbin Oleski of Ukraine)ને મ્હાત આપી હતી, પરંતુ તે આગળ ન વધી શક્યા.
આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 7: પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 2-0થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ
દિપીકા કુમારી મેડલની નજીક પહોંચી
તો વિશ્વની નંબર 1 તીરંદાજ દિપીકા કુમારી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં મેડલ (Medal) નજીક પહોંચી ગઈ છે, જેણે અંતિમ 8માં જગ્યા બનાવી છે. દિપીકાએ અંતિમ 16ની મેચમાં અમેરિકાની જેનિફર ફર્નાડેઝને 6.4થી હરાવી છે.