- ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના તમામ ખેલાડીઓમાં છે અનેરો ઉત્સાહ
- વિશ્વના 144મા સિંગલ ખેલાડી નાગલે ઈસ્તોમિનને હરાવ્યો
- 2 કલાક 34 મિનીટ ચાલેલી રમતમાં ઈસ્તોમિન 6-4, 7-6, 6-4થી હાર્યો
ટોક્યોઃ આજે ટોક્યો ઓલિમ્પિકનો બીજો દિવસ છે. ત્યારે ભારતના તમામ ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે વિશ્વના 144મા નંબરના સિંગલ ખેલાડી નાગલે ઈસ્તોમિનને 6-4, 7-6, 6-4થી હરાવ્યો છે. આ મેચ 2 કલાક 34 મિનીટ સુધી ચાલી હતી. ભારતને સુમિત નાગલે ટોક્યો ઓલિમ્પિકની ટેનિસ સ્પર્ધાના પુરૂષ સિંગલ મેચમાં ઉઝ્બેકિસ્તાનના ડેનિસ ઈસ્તોમિનને હરાવ્યો છે.
આ પણ વાંચો- Tokyo olympics 2020: જુડો ખેલાડી સુશિલા દેવીને એલિમિનેશન રાઉન્ડમાં મળી હાર
અનેક ખેલાડીઓના હટવાથી નાગલને મળ્યો મોકો
એરિયાકે ટેનિસ કોર્ટ નંબર 10 પર રમાયેલી આ મેચમાં વિશ્વના 144મા નંબરના સિંગલ ખેલાડી નાગલે ઈસ્તોમિનને 6-4, 7-6, 6-4થી હરાવ્યો છે. જ્યારે આ મેચ 2 કલાક 34 મિનીટ સુધી ચાલી હતી. અનેક ખેલાડીઓ સ્પર્ધામાંથી હટવાના કારણે નાગલને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રવેશ મળ્યો છે.
આ પણ વાંચો- ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ
ભારતે વર્ષ 1996ાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
ટેનિસમાં ભારતે વર્ષ 1996માં એટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ લિએન્ડર પેસે જીત્યો હતો. ટેનિસમાં આ ભારતનું અત્યાર સુધીનો એક માત્ર મેડલ છે.