ETV Bharat / sports

Tokyo Olympics 2020 Day 13: ભારતની લવલીના બોરગોહેનને મળ્યો બ્રોન્ઝ મેડલ - લવલીના બોરગોહેનને બ્રોન્ઝ મેડલ મળ્યો

ભારતીય બોક્સર લવલીના બોરગોહેનનો ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020 ) કોકૂગીકન એરિનામાં વિશ્વ ચેમ્પિયન તૂર્કીની બ્રુસેનાઝ સાથે સેમિફાઇનલનો મુકાબલો થયો હતો. જેમાં લવલીનાને 5-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે સેમિફાઇનલમાં રમવાને લઇને લવલીનાને બ્રોન્ઝ મેડલ એનાયત થશે.

Tokyo Olympics 2020 Day 13: ભારતની લવલીના બોરગોહેનને મળ્યો બ્રોન્ઝ મેડલ

author img

By

Published : Aug 4, 2021, 1:41 PM IST

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં ત્રીજો મેડલ પડ્યો
  • બોક્સિંગમાં લવલીના બોરગોહેનને મળ્યો બ્રોન્ઝ મેડલ
  • 69 કિલો વજન વર્ગની સેમિફાઈનલમાં તૂર્કીની ખેલાડી સામે હારી

ટોક્યો: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને Tokyo Olympics 2020ની કોકૂગીકન એરેના ખાતે સેમિફાઇનલ મેચમાં વિશ્વ ચેમ્પિયન તુર્કીના બુસેનાજનો સામનો કર્યો હતો. જેમાં તે 5-0થી હારી ગઇ હતી પરંતુ સેમિફાઇનલ રમવા બદલ તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે. લવલિનાનો આ મેડલ આ ઓલિમ્પિકમાં ભારતનો ત્રીજો મેડલ છે.

આ પહેલાં ભારતીય મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેને કોકૂગીકન એરેના ખાતે આયોજિત ટોક્યો ઓલિમ્પિકની ( Tokyo Olympics 2020 ) 69 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં 4-1થી વિજય નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો

લવલીનાનો સામનો ચીની તાઈપેઈના ખેલાડી નિઆન ચિન ચેન સાથે થયો હતો, જેને લવલિનાએ ત્રીજા રાઉન્ડમાં ધૂળ ચટાવી હરાવી હતી. આ સાથે લવલીનાએ સેમિફાઇનલમાં પહોંચીને પોતાનો એક મેડલ સુનિશ્ચિત કરી દીધો હતો.

આ પહેલાં લવલીનાએ મંગળવારે ( Tokyo Olympics 2020 ) કોકૂગીકન એરેના ખાતે રમાયેલી છેલ્લી 16 રાઉન્ડની મેચમાં જર્મનીની નાદિના આપ્ટેજને 3-2થી હરાવી હતી.વાદળી ખૂણા પર રમતાં લવલિનાએ પાંચ ન્યાયાધીશો પાસેથી અનુક્રમે 28, 29, 30, 30, 27 પોઇન્ટ મેળવ્યાં હતાં. બીજી બાજુ, નાદિનાને 29, 28, 27, 27, 30 માર્ક્સ મળ્યાં હતાં.

આ પણ વાંચોઃ મળો ભારતીય મહિલા ટીમના 16 યોદ્ધાઓને, જેમણે હોકી સ્ટિકથી ટોક્યોમાં રચ્યો ઈતિહાસ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.