- ઓલિમ્પિકનો 1 ઓગસ્ટે 10મો દિવસ
- સુપર સન્ડેની સૌથી મોટી મેચ પુરુષોની હોકી
- કોચ ગ્રેહામ રીડ અને કેપ્ટન મનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમ
ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિકનો 9મો દિવસ ભારત માટે ખાસ કંઈ ન રહ્યો. બોક્સિંગ અને બેડમિન્ટનમાં નિરાશા જોવા મળી છે. સ્ટાર શટલર પીવી સિંધુ ફાઇનલની રેસમાંથી બહાર છે. જોકે,સિંધુ પાસે મેડલ જીતવાની બીજી તક હજી બાકી છે. પીવી સિંધુ રવિવારે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. બોક્સિંગમાં પૂજા રાની ક્વાર્ટર ફાઇનલ મેચ હારીને બહાર થઈ ગઈ છે. તીરંદાજીમાં મેડલ જીતવાની આશા પણ વિખેરાઈ ગઈ છે. ડિસ્કસ થ્રોમાં ભારત માટે સારા સમાચાર છે. કમલપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
રમતોના આ મહા કુંભનું માત્ર 1 અઠવાડીયું
ટોક્યો ઓલિમ્પિક્સ હવે તેની છેલ્લી મેચ તરફ આગળ વધી રહ્યું છે. રમતોના મહા કુંભનું માત્ર 1 અઠવાડીયું બાકી છે. ભારતના ખેલાડીઓની રમત પણ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. પરંતુ હજી પણ કેટલીક રમતો પાસેથી આશા છે અને સૌથી મોટી આશા પુરુષોની હોકી પાસેથી છે. આ સિવાય ભારત એથ્લેટિક્સ અને બોક્સિંગમાં પણ એક્શનમાં જોવા મળશે. 1 ઓગસ્ટના રોજ આંખો મહિલા બેડમિન્ટન પર પણ હોત, પરંતુ પીવી સિંધુની હાર બાદ હવે ભારતની ન તો નજર બેડમિન્ટન કોર્ટ તરફ જશે અને ન તો આ રમતમાં મેડલની કોઈ આશા છે.
ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો સામનો ગ્રેટ બ્રિટન સાથે
આ સિવાય ભારત એથ્લેટિક્સ અને બોક્સિંગમાં પણ એક્શનમાં જોવા મળશે. 1 ઓગસ્ટના રોજ સૌનું ધ્યાન મહિલા બેડમિન્ટન પર પણ હોત, પરંતુ પીવી સિંધુની હાર બાદ હવે ભારતની ન તો નજર બેડમિન્ટન કોર્ટ તરફ જશે અને ન તો આ રમતમાં મેડલની કોઈ આશા છે. ભારતના દ્રષ્ટિકોણથી સુપર સન્ડેની સૌથી મોટી મેચ પુરુષોની હોકીની ક્વાર્ટર ફાઇનલ હશે. આ મેચ દ્વારા ભારતીય હોકી ટીમ 41 વર્ષ બાદ સેમી ફાઇનલની ટિકિટ કાપતી જોઇ શકાય છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો સામનો ગ્રેટ બ્રિટન સાથે થશે, જે તેમના ગ્રુપમાં ત્રીજા ક્રમે છે. જ્યારે ભારતીય ટીમે પોતાનું ગ્રુપ સ્ટેજ બીજા ક્રમે મેળવ્યું હતું.
- આવું હશે ભારતીય ખેલાડીઓની રમતનું શેડ્યુલ...
મેન્સ હોકીમાં રમશે ભારત
કોચ ગ્રેહામ રીડ અને કેપ્ટન મનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમે ગ્રુપ સ્ટેજમાં સારું પ્રદર્શન કર્યું હતું. માત્ર ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચને છોડીને ભારતે દરેક ટીમ સામે સારુ પર્ફોર્મ કર્યુ છે. રવિવારે યોજાનારી ક્વાર્ટર ફાઇનલમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. જો ભારત ક્વાર્ટર ફાઇનલ જીતે તો તે 1980 મોસ્કો ઓલિમ્પિક્સ પછી પ્રથમ વખત સેમિફાઇનલમાં સ્થાન સુનિશ્ચિત કરશે.
બોક્સિંગમાં સતીસ પાસે છે આશાઓ
હોકી સિવાય રવિવારે બોક્સિંગ રીંગમાં પણ ભારત પોતાનું પ્રદર્શન બતાવશે. ભારતના હેવીવેઈટ બોક્સર સતીશ કુમાર રવિવારે મેચ રમશે. મહત્વનું છે કે, સતીશનો આ પહેલો ઓલિમ્પિક છે, પોતાના ડેબ્યુ ઓલિમ્પિકમાં જ તેનું પ્રદર્શન ખૂબ સારુ રહ્યું છે. હોકી અને બોક્સિંગ સિવાય એથ્લેટિક્સની કેટલીક રમતોમાં પણ ભારતના ખેલાડીઓ ચમકી શકે છે.