- ઓલિમ્પિકમાં આજે ભાલા ફેંકની મેચ
- ભારત અને પાકિસ્તાન ટકરાશે
- ભારત છે મેડલ માટે પ્રબળદાવેદાર
ન્યૂઝ ડેક્સ : ટોકિયો ઓલિમ્પિક 2020માં પહેલી વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે એથ્લેટિક્સમાં ભારતની મેડલની આશા જીવંત થઇ છે. આ વખતે જૈવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં ભારતનો સ્ટાર ખેલાડી નીરજ ચોપરા ફાઇનલમાં ભાગ લેશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેણે 86.65 મીટર દૂર ભાલો ફેંકનાર આ ખેલાડી આજે ગોલ્ડ પર નિશાન તાકશે. નીરજ ગ્રુપ-એમાં ટોપ પર રહ્યો હતો. 23 વર્ષનો આ થ્રોઅર શનિવારે પોડિયમ ફિનિશ કરે તો જરા પણ નવાઇ નથી. જો કે આ યુવા ખેલાડીઓ સામે દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ પણ મેદાને ઉતરશે આથી આ ખેલાડી માટે આ મેડલ મેળવવો એટલો પણ સરળ નથી. ચોંકાવનારી બાબત એ છે કે, આ ઈવેન્ટમાં અત્યાર સુધી એક પણ ભારતીય ખેલાડીએ મેડલ મેળવ્યો નથી.
શા માટે નીરજ છે મેડલનો પ્રબળ દાવેદાર
જો વાત નીરજના પર્ફોમન્સની વાત કરીએ તો ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં તેણે 86.65 મીટરનો થ્રો કર્યો હતો. તેણે ગ્રુપ A અને ગ્રુપ Bમાં મળીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરજનું વ્યક્તિગત પર્ફોમન્સ 88.06 મીટર રહ્યું હતું. ભારતીય આર્મીના જવાન નીરજે પોતાના કરિયરમાં 5 મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેઇમ,એશિયન ચેમ્પિયનશિપ, સાઉથ એશિયન ચેમ્પિયન શીપ અને વર્લ્ડ જૂનિયર ચેમ્પિયન શીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત રિયો ઓલિમ્પિકમાં કેશોરન વાલ્કોટે 85.38 મીટરનો જૈવલિન થ્રો કરીને કાંસ્ટ પદક મેળવ્યો હતો. જો નીરજ પોતાનું વર્તમાન બેસ્ટ પર્ફોમન્સ આપે એટલે કે 88.07 મીટર થ્રો કરે તો પણ તે કાંસ્યપદક મેળવી શકે છે.
નીરજ આ થ્રોઅરનો છે રોલ-મોડલ
ટોકિયો ઓલિમ્પિકની આ ઇવેન્ટ ભારત અને પાકિસ્તાન બન્ને માટે પણ ખાસ છે. ભારતનો નીરજ તો પદક માટેનો પ્રબળ દાવેદાર છે જ સાથે જ પાકિસ્તાનનો અરશદ નદીમ પણ જૈવલીન-થ્રોના ફાઇનલ સુધી પહોંચ્યો છે એટલે એમ કહીએ કે ક્રિકેટ બાદ ભાલા ફેંકમાં પણ ભારત - પાકિસ્તાન ટકરાશે. જો કે આ રમત રસપ્રદ એટલા માટે પણ બને છે કેમકે અરશદ નદીમ નીરજે પોતાનો રોલ મોડલ પણ માને છે તે ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વખાણ કરી ચુક્યો છે.