રસપ્રદ એવી મેચમાં ભારતનો આર્જેન્ટિના સામે 2-1થી પરાજય થયો છે. આખરી મિનીટમાં ગુરજીત કૌરે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ મારી શક્યા ન હતા. હવે ભારતીય મહિલા હોકી ટીમ 6 ઓગસ્ટના રોજ બ્રોન્ઝ મેડલ માટે એક્શનમાં જોવા મળશે.
Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય, આર્જેન્ટિનાનો 2-1થી વિજય - undefined
![Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય, આર્જેન્ટિનાનો 2-1થી વિજય ભારતીય મહિલા હોકી ટીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12670307-thumbnail-3x2-lol.jpg?imwidth=3840)
17:07 August 04
ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય, આર્જેન્ટિનાનો 2-1થી વિજય
16:45 August 04
ભારતીય ખેલાડીને મળ્યું ગ્રીન કાર્ડ, 2 મિનીટ માટે સસ્પેન્શન
ભારતીય ખેલાડી નેહાને રેફરી દ્વારા ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું છે. જેના કારણે આગામી 2 મિનીટ માટે તેઓ ફિલ્ડ પર નહી રહી શકે. જેના કારણે ભારતને 2 મિનીટ માટે માત્ર 10 ખેલાડીઓ સાથે રમવું પડશે. આ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ખેલાડીઓ ખૂબ જ પ્રેશરમાં છે. જે અંતિમ મિનીટોમાં ખરાબ સાબિત થઈ શકે છે.
હાલનો સ્કોર- આર્જેન્ટિના:02, ભારત:01
16:35 August 04
આર્જેન્ટિનાનો બીજો ગોલ
હાફ ટાઈમ બાદ આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ ફટકારીને 2-1થી લીડ મેળવી લીધી છે. મેચમાં આર્જેન્ટિનાની ટીમ ખૂબ જ સારી રીતે બોલ પોતાની પાસે રાખી રહી છે. જેના કારણે ભારતીય ખેલાડીઓ પર પ્રેશર ઉભું થયું છે.
હાલનો સ્કોર- આર્જેન્ટિના:02, ભારત:01
16:35 August 04
Half Time અપડેટ
ખૂબ જ રસપ્રદ ફર્સ્ટ હાફમાં ભારતે શરૂઆતની 2 મિનીટોમાં જ ગોલ માર્યા બાદ આર્જેન્ટિનાના કપ્તાને બીજા ક્વોર્ટરમાં ગોલ મારીને મુકાબલો બરાબર કર્યો હતો. હાફ ટાઈમ સુધીમાં ભારત અને આર્જેન્ટિના એક એક ગોલ સાથે બરાબરી કરી હતી.
15:56 August 04
આર્જેન્ટિએ ત્રીજા પેનલ્ટી શૂટઆઉટમાં પ્રથમ ગોલ ફટકાર્યો
આર્જેન્ટિનાએ શરૂઆતના 2 પેનલ્ટી શૂટઆઉટ ચૂક્યા બાદ ત્રીજા પેનલ્ટી શૂટઆઉટમાં પ્રથમ ગોલ કરીને સ્કોર બરાબર કર્યો છે.
હાલનો સ્કોર- આર્જેન્ટિના:01, ભારત:01
15:43 August 04
જાણો સેમિફાઈનલમાં પ્રથમ ગોલ મારનારા ગુરજીત કૌર વિશે..
ક્વોર્ટર ફાઇનલમાં જેમણે 22મી મિનીટે ગોલ કરીને ભારતને વિજય અપાવ્યો હતો, તે જ ગુરજીત કૌરે સેમીફાઇનલની શરૂઆતી 2 મિનીટમાં ભારત માટે ગોલ કર્યો છે. ગુરજીત, જે સંદીપ સિંહને પોતાના રોલ મોડલ માને છે, તેની ગણતરી મહિલા હોકીના શ્રેષ્ઠ ડ્રેગ-ફ્લિકર્સમાં થાય છે. ગુરજીતે 2019 F.I.H મહિલા શ્રેણીમાં સૌથી વધુ ગોલ કર્યા હતા. અમૃતસરના મિયાદા કલાં ગામમાં જન્મેલા ગુરજીત કૌરે શાળાના અભ્યાસ દરમિયાન હોકી રમવાનું શરૂ કર્યું હતું. જલંધરમાં કોલેજના અભ્યાસ દરમિયાન પણ તેમણે હોકી રમવાનું ચાલુ રાખ્યું હતું. ગુરજીત કૌરને વર્ષ 2014માં સિનિયર નેશનલ કેમ્પમાં દેશ માટે રમવાની પ્રથમ તક મળી હતી.
15:35 August 04
શરૂઆતની 2 મિનીટમાં જ ગુરજીત કૌરે કર્યો પ્રથમ ગોલ
ભારતીય મહિલા હોકી ટીમે સેમિફાઈનલમાં શાનદાર શરૂઆત કરી છે. શરૂઆતની 2 મિનીટમાં જ ગુરજીત કૌરે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને એક ગોલ અપાવ્યો છે. હાલનો સ્કોર, ભારત-1, આર્જેન્ટિના-0
15:02 August 04
ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ભારત vs આર્જેન્ટિના
આજે ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો ત્રીજો દિવસ છે. જેમાં ભારતીય કુશ્તીબાજોએ શાનદાર પર્ફોમન્સ આપ્યું છે. ટૂંક જ સમયમાં ભારતીય મહિલા હોકી ટીમની મેચ છે. આજે મહિલા હોકી ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવા માટે મેદાનમાં ઉતરશે. મહિલા હોકી ટીમ પહેલેથી જ ઈતિહાસ રચી ચૂકી છે. આજે તેઓ સેમિફાઈનલમાં આર્જેન્ટિના સામે રમશે.

TAGGED:
hockey live page