- એરલાઇન કંપનીઓની ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને ભેટ
- Go First ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને 5 વર્ષ માટે કરાવશે મફત પ્રવાસ
- ઇન્ડિગોએ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને 1 વર્ષ માટે અમર્યાદિત મફત પ્રવાસ
નવી દિલ્હી: ખાનગી એરલાઇન કંપની ઇન્ડિગોએ શનિવારે જાહેરાત કરી હતી કે, તે ટોક્યો ઓલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને 1 વર્ષ માટે અમર્યાદિત મફત પ્રવાસ આપશે. તો Go First સાતેય ભારતીય ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને 5 વર્ષ માટે મફત પ્રવાસની જાહેરાત કરી છે. તેમજ Star Air એ પણ એક નિવેદનમાં આજીવન મફત હવાઈ પ્રવાસ કરવાની ઓફરને લ્હાવો કહ્યો હતો.
ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ
ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકની ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. નીરજ વ્યક્તિગત ઓલિમ્પિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય બન્યો છે, જ્યારે નીરજ એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે.
IndiGoના CEOનું નિવેદન
ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તે એક નિવેદનમાં કહ્યું, "નીરજ, અમે બધા તમારી નોંધપાત્ર સિદ્ધિ વિશે સાંભળીને ખૂબ જ ખુશ છીએ. તમે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ઈન્ડિગોના તમામ કર્મચારીઓ અમારી કોઈપણ ફ્લાઇટમાં તમારું સ્વાગત કરશે. કંપનીએ કહ્યું કે, નીરજ આગામી વર્ષે 7 ઓગસ્ટ સુધી ઈન્ડિગોની ફ્લાઈટમાં મફત પ્રવાસ કરી શકે છે.
બીજા પ્રયાસમાં 87.58 મીટર ફેંકીને વિશ્વને સ્તબ્ધ કર્યુ
હરિયાણાના પાનીપત નજીકના ખંદ્રા ગામના ખેડૂતના પુત્ર 23 વર્ષના નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક ફાઇનલમાં તેના બીજા પ્રયાસમાં 87.58 મીટર ફેંકીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. 100 થી વધુ વર્ષમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે.
- આ સિવાય સાતેય ઓલિમ્પિક મેડલ વિજેતાઓને Go Firstમાં 5 વર્ષ માટે મફત પ્રવાસની જાહેરાત કરી છે.
- મીરાબાઈ ચાનુ (વેઇટ-લિફ્ટિંગ)
- પીવીસિંધુ (બેડમિન્ટન)
- લવલીના બોરગોહૈન (બોક્સિંગ)
- પુરુષ હોકી ટીમ
- રવિ કુમાર દહિયા (કુસ્તી)
- બજરંગ પુનિયા (કુસ્તી)
- નીરજ ચોપરા (ભાલા ફેંક)
- આ સાથે રવિવારે એક નિવેદનમાં, સ્ટાર એરએ કહ્યું કે "અમારા ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયનને આજીવન મફત હવાઈ પ્રવાસ કરવાની ઓફર કરવી એ તેનો લહાવો હશે".
આ પણ વાંચો: ભારતીય હોકી ટીમની સિદ્ધિ, અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ વર્લ્ડ રેન્ક મેળવ્યો
Tokyo Olympic 2020: મીરાબાઈ ચાનુએ જીત્યો સીલ્વર મેડલ, વડાપ્રધાન મોદી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યાં