- ટોક્યો ઓલમ્પિક 2020માં ભારતે સાત મેડલ સાથે પોતાના અભિયાનનું સમાપન કર્યું છે
- ઓલમ્પિકના ઇતિહાસમાં દેશનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
- ભારતે આ વખતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે
હૈદરાબાદ: ભારતે ટોક્યો ઓલમ્પિકમાં એક ગોલ્ડ સહિત સાત મેડલ મેળવીને આ રમતોમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઓલમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓના પ્રદર્શન અને કારકિર્દી પર નજર કરીએ...
આ પણ વાંચો- Tokyo Olympics Day 16: નીરજ ચોપરાના એક ગોલ્ડે તોડ્યા ભારતના બધા રેકોર્ડ
- નીરજ ચોપરા: ગોલ્ડ મેડલ
ભાલા ફેંક એથલીટ નીરજ ચોપરા ઓલમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેળવનાર બીજા ભારતીય છે. નીરજને ત્રણ વર્ષથી ઓલમ્પિકમાં મેડલનો સૌથી મોટો ભારતીય દાવેદાર ગણવામાં આવતો હતો અને શનિવારે તેના 87.58 મીરના થ્રો સાથે ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધામાં ભારતને પ્રથમ ઓલમ્પિક મેડલ મળ્યું છે. મહત્વની વાત એ છે કે, હરિયાણામાં પાનીપત પાસે ખાંદ્રા ગામના એક ખેડૂતનો પુત્ર નીરજ વજન ઓછું કરવા માટે રમત સાથે જોડાયો હતો.
નીરજ ચોપરા એથલેટિક્સમાં દેશના સૌથી મોટા ખેલાડીઓમાંનો એક બની ગયો
એક દિવસ તેના કાકા તેને ગામથી 15 કિલોમીટર દૂર પાનીપત સ્થિત શિવાજી સ્ટેડિયમ લઇ ગયા હતા. નીરજને દોડવામાં કોઇ રસ હતો નહી અને જ્યારે તેણે સ્ટેડિયમમાં કેટલાક ખેલાડીઓને ભાલા ફેંકનો અભ્યાસ કરતા જોયા તો તેને આ રમતથી પ્રેમ થઇ ગયો હતો. તેણે આ ખેલમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો અને હવે તે એથલેટિક્સમાં દેશના સૌથી મોટા ખેલાડીઓમાંથી એક બની ગયો છે.
નીરજ ચોપરાએ વર્ષ 2017 એશિયાઇ ચેમ્પિયનશીપમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું
તે વર્ષ 2016 જૂનિયર વિશ્વ ચેમ્પિયનશીપમાં 86.48 મીટરના અંડર-20 વિશ્વ રેકોર્ડ સાથે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા પછી સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને આ જ વર્ષે (2016), ભારતીય સેનામાં ચાર રાજપૂતાના રાઇફલ્સમાં સુબેદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેની અન્ય સિદ્ધીઓમાં વર્ષ 2018 રાષ્ટ્રમંડલ રમતો અને એશિયાઇ રમતોમાં ગોલ્ડ મેડલ શામેલ છે. તેણે વર્ષ 2017 એશિયાઇ ચેમ્પિયનશીપમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
- મીરાબાઇ ચાનૂ: સિલ્વર મેડલ
મણિપુરની ટૂંકા કદની આ ખેલાડીએ 24 જુલાઈએ ટોક્યો 2020માં સ્પર્ધાના પ્રથમ દિવસે મેડલ ટેબલમાં ભારતનું નામ રોશન કર્યું હતું. તેણે 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ 26 વર્ષીય ખેલાડીએ કુલ 202 કિલો વજન ઉઠાવીને રિયો ઓલિમ્પિક (2016)માં મળેલી નિરાશાને દૂર કરી છે.
આ પણ વાંચો- ખબર ન હતી કે તે ગોલ્ડ હશે, અકલ્પનીય લાગે છે: નીરજ ચોપરા
મીરાબાઇ ચાનૂ તીરંદાજ બનવા માંગતી હતી
ઈમ્ફાલથી લગભગ 20 કિમી દૂર નોંગપોક કાકજિંગ ગામની રહેવાસી મીરાબાઈ છ ભાઈ -બહેનોમાં સૌથી નાની છે. તેનું બાળપણ નજીકની ટેકરીઓમાં લાકડા કાપવામાં અને બીજાના પાવડરના ડબ્બામાં નજીકના તળાવમાંથી પાણી લાવવામાં વિત્યું છે. તે તીરંદાજ બનવા માંગતી હતી, પરંતુ મણિપુરની સુપ્રસિદ્ધ વેઇટલિફ્ટર કુંજરાણી દેવી વિશે વાંચ્યા પછી, તેણે રમતમાં જોડાવાનું નક્કી કર્યું.
- રવિ દહિયા: સિલ્વર મેડલ
હરિયાણાના સોનીપત જિલ્લાના નાહરી ગામમાં જન્મેલા રવિએ પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં સિલ્વર મેડલ જીતીને પોતાની તાકાત અને ટેક્નીકને સાબીત કરી હતી. ખેડૂત પરિવારમાં જન્મેલો રવિ દહિયા દિલ્લીના છત્રસાલ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ મેળવતો હતો. જ્યાં પહેલાથી જ ભારતને બે ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત મળી ચૂક્યા છે.
રવિ દહિયાએ વર્ષ 2020માં દિલ્હીમાં એશિયાઇ ચેમ્પિયનશિપ જીતી
તેના પિતા રાકેશ કુમારે તેને 12 વર્ષની ઉંમરમાં છત્રસાલ સ્ટેડિયમમાં મોકલ્યો હતો. તેના પિતા રોજ ઘરેથી 60 કિલોમીટર દૂર છત્રસાલ સ્ટેડિયમ સુધી દૂધ અને માખણ લઇને પહોંચતા હતા. તેણે વર્ષ 2019 વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલમ્પિકની ટીકિટ નક્કી કરી અને ફરી વર્ષ 2020માં દિલ્હીમાં એશિયાઇ ચેમ્પિયનશિપ જીતી અને અલમાટીમાં આ વર્ષે ખિતાબનો બચાવ કર્યો.
- પી વી સિંધૂ: બ્રોન્ઝ
ટોક્યો 2020 માટે સિંધૂને પહેલાથી જ મેડલનો મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે અને તેણે બ્રોન્ઝ મેડલ જીતીને કોઇને નિરાશ નથી કર્યા. આ 26 વર્ષની ખેલાડીએ આ પહેલા વર્ષ 2016 રિયો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ઓલમ્પિકમાં બે મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા અને કુલ બીજી ખેલાડી છે.
આ પણ વાંચો- TOKYO OLYMPICS 2020: આજે યોજાશે સમાપન સમારોહ, પૂનિયા હશે ભારતનો ધ્વજવાહક
પી વી સિંધૂએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખાણ બનાવી છે
ટોક્યો રમતમાં તેના પ્રદર્શનનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, સેમિફાઇનલમાં તાઇ જૂ યિંગ વિરુદ્ધ બે ગેમ ગુમાવ્યા પહેલા તેણે એક પણ ગેમમાં હારનો સામનો કર્યો ન હતો. હૈદરાબાદની શટલરે વર્ષ 2014માં વિશ્વ ચેમ્પિયનશીપ, એશિયાઇ રમતો, રાષ્ટ્રમંડલ રમતો અને એશિયાઇ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખાણ બનાવી છે.
- પુરુષ હોકી ટીમ: બ્રોન્ઝ મેડલ
ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવીને આ ખેલમાં 41 વર્ષની રાહને પૂર્ણ કરી છે. આ મેડલ જો કે ગોલ્ડ ન હતો, પરંતું દેશમાં હોકીને ફરીથી લોકપ્રિય બનાવવા માટે પુરતો છે. ગ્રુપ ચરણની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 1-7થી ખરાબ રીતે હાર્યા પછી મનપ્રીત સિંહના નેતૃત્વમાં જોરદાર વાપસી કરી હતી. સેમિફાઇનલમાં બેલ્જિયમ સામે હાર્યા બાદ ટીમે બ્રોન્ઝ મેડલ પ્લે ઓફમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું. આખી ટૂર્નામેન્ટ દરમિયાન મનપ્રીતની પ્રેરણાદાયક કેપ્ટશિપમાં ગોલકીપર પીઆર શ્રેજેશે જોરદાર પ્રદર્શન કર્યું હતું.
- લવલીના બોરગોહેન: બ્રોન્ઝ મેડલ
આસામની લવલીનાએ પોતાની પ્રથમ ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તે વિજેન્દર સિંહ અને મેરીકોમ પછી મુક્કેબાજીમાં મેડલ મેળવનારી ત્રીજી ભારતીય ખેલાડી છે. 23 વર્ષની લવલીનાની રમતો સાથેની સફર આસામના ગોલાઘાટ જિલ્લાના બરો મુખિયા ગામથી શરૂ થઇ, જ્યાં બાળપણમાં તે કિક-બોક્સર બનવા માંગતી હતી. ઓલમ્પિકની તૈયારી માટે 52 દિવસ માટે યૂરોપ પ્રવાસે જતા પહેલા તે કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગઇ હતી, પરંતુ તેણે શાનદાર વાપસી કરતા 69 કિગ્રા વર્ગમાં ચીની તાઇપેની પૂર્વ વિશ્વ ચેમ્પિયન નિએન-શિન ચેનને હરાવી હતી.
- બજરંગ પૂનિયા: બ્રોન્ઝ મેડલ
આ રમત પહેલા બજરંગને ગોલ્ડ મેડલનો સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. સેમિફાઇનલમાં હાર્યા બાદ તે ગોલ્ડ મેડલના સપનાનેન પુરો કરી શક્યો નહી, પરંતું બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ ઉંચું જરૂર કર્યું છે. તેને નાનપણથી જ કુસ્તીનો શોખીન હતો અને તે અડધી રાત પછી બે વાગ્યે ઉઠીને અખાડામાં પહોંચી જતો હતો. પૂનિયાનો કુસ્તી પ્રત્યેનો જુસ્સો એવો હતો કે, વર્ષ 2008 માં પોતે 34 કિલોનો હોવાથી 60 કિલોના કુસ્તીબાજ સાથે ટકરાયો અને તેને મન બનાવી લીધું.
આ પણ વાંચો- ભારતીય હોકી ટીમની સિદ્ધિ, અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ વર્લ્ડ રેન્ક મેળવ્યો
કેટલાક ભારતીય ખેલાડીઓ એવા પણ છે, જે મેડલની સૌથી નજીક પહોંચીને પણ સફળતા હાંસલ કરી ન શક્યા....
- રિયો 2016માં છેલ્લી ક્રમાંકિત ટીમે ટોક્યોમાં ચોથા સ્થાન મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. મહિલા ટીમ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી ગઈ હતી. પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેણે શાનદાર પ્રદર્શન કર્યું.
- કુસ્તીની 86 કિલો વર્ગની સેમિફાઇનલમાં હાર્યા બાદ દીપક પૂનિયા બ્રોન્ઝ મેડલ માટે સારી સ્થિતિમાં હતો, પરંતુ વિરોધી કુસ્તીબાજ દ્વારા તેને છેલ્લી 10 સેકન્ડમાં હરાવ્યો હતો.
- મહિલા ગોલ્ફમાં 200મો ક્રમ ધરાવતી અદિતિ અશોક તેની રમતના અંત સુધી ઓલિમ્પિકમાં મેડલની રેસમાં હતી, પરંતુ બે શોટથી તે ચૂકી ગઈ અને ચોથા સ્થાને રહી. તેણે રિયો ઓલિમ્પિકમાં 41મું સ્થાન મેળવ્યું હતું. પરંતુ ટોક્યોમાં તેણે પોતાની શાનદાર રમતના આધારે દેશનું દિલ જીતી લીધું.