- ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ યાદવની હાર
- પ્રથમ દિવસે જ ઓલિમ્પિક મેડલનું સ્વપ્ન રોળાયું
- સતત ત્રીજી વખત ઓલિમ્પિક્સમાં પસંદ થનાર બીજો બોક્સર
ટોક્યો : ભારત તરફથી ઓલિમ્પિક્સમાં જનાર સૌથી વધુ અનુભવી બોક્સર વિકાસ કૃષ્ણ યાદવ ઓલિમ્પિક્સની રેસમાંથી બહાર ફેંકાઈ ગયો છે. જાપાનના મેનસાહ ઓકાઝોવાએ તેને 69 કિલોની વેઈટ કેટેગરીના મુકાબલામાં 32માં રાઉન્ડમાં 5-0થી હરાવ્યો છે.
ભારતનો બીજો એવો બોક્સર, જેણે સતત ત્રીજી વખત ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું
વિકાસ કૃષ્ણ યાદવ ભારતનો બીજો એવો બોક્સર છે. જેણે સતત ત્રણ વખત ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું હોય. પ્રથમ નંબરે વિજેંદર સિંહનું નામ છે. તે આ અગાઉ પણ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી એક પણ મેડલ મેળવ્યો નથી.