સ્પેનનાં સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલે રુસનાં દાનિલ મેદવેદેવને હરાવીને US ઓપન ખિતાબ પોતાનાં નામે કર્યો.લગભગ 5 કલાક સુધી ચાલેલા આ મુકાબલામાં નડાલે મેદવેદેવને 7-5,6-3,5-7,4-6,6-4 થી માત દઈને 19મોં ગ્રૈંડસ્લેમ ખિતાબ પોતાની નામે કર્યો. દુનિયાનાં બીજા નંબરનો ખેલાડી નડાલને પાંચમાં નંબરનો દાનિલ મેદવેદેવથી જીત મેળવાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.
આ ખિતાબ મેળવ્યાં પછી નડાલ ફેડરરનાં રેકોર્ડથી માત્ર એક ટ્રોફી દૂર રહી ગયા છે. ફેડરરનાં નામે કુલ 20 ગ્રૈંડસ્લેમ ખિતાબ જીતવાનો રેકોર્ડ છે. નડાલ હવે ફેડરર,પીટ સમ્પ્રાસ અને જિમી કોનોર્સનાં અમેરિકી ઓપનનાં રેકોર્ડથી માત્ર એક ખિતાબ પાછળ છે. આ ત્રણેયએ આ ખિતાબ પાંચ વાર પોતાની નામે કર્યો છે.
મરાત સાફિનનાં 2005 ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ જીત્યા પછી એ પહેલો રુસી ખિલાડી છે. જે,પુરુષ ગ્રૈંડસ્લૈમનાં ફાઈનલમાં પહોંચ્યા છે. સાફિનનાં 2000માં ટ્રોફી હાંસિલ કરીને બઅમેરિકી ઓપનનાં ફાઈનલમાં પહોંચવા વાળા પણ રુસી ખિલાડી પહેલાં છે.