ETV Bharat / sports

મોડાસાના ખેલાડીએ સતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા માટે નોંધાવી દાવેદારી - ષ્ટ્ર કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા

અરવલ્લી: જિલ્લામાં મોડાસા નગરની શ્રી સી.જી.બુટાલા સેકન્ડરી અને શ્રી બી.વી.બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલનો વિદ્યાર્થી ભાવેશ ખીલવાણીએ રાજ્ય બાળ અન્ડર 14માં ગોલ્ડ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેથી હવે ભાવેશ આગામી દિવસોમાં રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

સોફ્ટલ ટેનિસ સ્પર્ધા
મોડાસાનો ખેલાડી સતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેવા જશે
author img

By

Published : Nov 26, 2019, 11:40 PM IST

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ અન્ડર-14 સ્કૂલ ગેઇમ્સ સોફ્ટ ટેનિસ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અમદાવાદ મુકામે 23 નવેમ્બર 2019ના રોજ પૂર્ણ થઇ હતી. જેમાં,મોડાસા નગરની શ્રી સી.જી.બુટાલા સેકન્ડરી અને શ્રી બી.વી.બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલનો વિદ્યાર્થી ભાવેશ ખીલવાણીએ ગોલ્ડ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભાવેશ ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભાવેશે 2017માં રાષ્ટ્ર કક્ષાએ સિલ્વર અને 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેથી ભાવેશ સળંગ ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

ભાવેશે મેળવેલી સિદ્ધિ બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ આર.શાહ, ઉપપ્રમુખ કનુભાઈ સી.શાહ, પ્રભારી માનદમંત્રી ધીરેનભાઈ બી.પ્રજાપતિ અને શાળાના પ્રિન્સીપાલ ડૉ.આર.સી.મહેતાએ રાષ્ટ્ર કક્ષાએ પણ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

Intro:
મોડાસાનો ખેલાડી સતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ સોફ્ટ ટેનીસ સ્પર્ધામાં ભાગ લેવા જશે

મોડાસા- અરવલ્લી

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ અન્ડર -૧૪ સ્કૂલ ગેઇમ્સ સોફ્ટ ટેનીસ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અમદાવાદ મુકામે તા.૨૩/૧૧/૨૦૧૯ ના રોજ સંપન્ન થઇ. જેમાં મોડાસા નગરની શ્રી સી.જી.બુટાલા સેકંડરી અને શ્રી બી.વી.બુટાલા હાયર સેકંડરી સર્વોદય હાઈસ્કૂલનો વિદ્યાર્થી ભાવેશ મુકેશભાઈ ખીલવાણીએ અરવલ્લી જિલ્લા તરફથી ભાગ લેતા સેમીફાઇનલ અને ફાઇનલમાં ગુજરાત ના ટોપ સીડેડ ખેલાડીઓ ને હરાવી સમગ્ર રાજ્યમાં વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવી શાળાને , મોડાસા નગરને અને અરવલ્લી જિલ્લા ને ગૌરવવંત બનાવેલ છે.

Body:હવે ભાવેશ ગુજરાત ની ટીમ નું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાનો આ ખેલાડી ભાવેશે ગુજરાતની ટીમ નું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્ર કક્ષાએ વર્ષ-૨૦૧૭ માં સિલ્વર , વર્ષ-૨૦૧૮ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

ભાવેશે મેળવેલી આ સિદ્ધિ બદલ મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બિપીનભાઈ આર.શાહ , ઉપપ્રમુખ કનુભાઈ સી.શાહ પ્રભારી માનદમંત્રી ધીરેનભાઈ બી.પ્રજાપતિ અને શાળાના પ્રિન્સીપાલ ડૉ આર. સી.મહેતાએ રાષ્ટ્ર કક્ષાએ પણ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ સાથે કોચ શ્રી કે.એ.જોષી અને ટ્રેઇનર રવીન્દ્ર પુવાર , ડૉ અમિત ઉપાધ્યાયને અભિનંદન પાઠવ્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.