ETV Bharat / sports

ઓસ્ટાપેન્કો સામેની મેચમાં થોડી પહેલા મેચને અનુકૂળ થઈ હોત તો પરિણામ અલગ હોત: અંકિતા રૈના

અંકિતા રૈનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "જ્યારે તમે તમારા દેશ માટે રમતા હોય, ત્યારે તમે દરેક બાબત માટે લડતા હો છો અને તે મેચમાં જોવા પણ મળ્યું હતું. મને લાગ્યું કે, હું પહેલા સેટમાં થોડું વધુ સારું કરી શકું છું અને મેં તેના માટે પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ ઓસ્ટાપેન્કો પહેલા આવી મેચ રમી ચૂકી છે અને તે શ્રેષ્ઠ સ્તરે રમી ચૂકી છે."

author img

By

Published : Apr 18, 2021, 10:20 AM IST

latvia
latvia
  • અંકિતા રૈનાને BJK કપની શરૂઆતની મેચમાં લાતવિયાની ખેલાડી સામે મળી હાર
  • અંકિતા રૈના અને કરમન કૌર થાંડીની લાતવિયા સામે હારી ગયા
  • ભારતીય ટીમ લાતવિયા સામે 0 -2થી પાછળ થઈ ગઈ

જુર્મલા (લાતવિયા) : ભારતીય મહિલા ટેનિસ ટીમની ટોચની નામાંકિત સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાએ BJK કપની શરૂઆતની મેચમાં લાતવિયાની ખેલાડી સામે મળેલી હાર બાદ જણાવ્યું છે કે, જો મેચમાં સામેની ખેલાડી પ્રત્યે પહેલાથી જ તૈયાર હોત તો કદાચ પરિણામ થોડા જુદાં હોત. ભારતીય મહિલા ટેનિસ ટીમની ટોચના નામાંકિત સિંગલ્સ ખેલાડીઓ અંકિતા રૈના અને કરમન કૌર થાંડીની લાતવિયા સામે હારી ગયા. આ હાર બાદ હવે ભારતીય ટીમ લાતવિયા સામે 0 -2થી પાછળ થઈ ગઈ છે.

હું શરૂઆતથી જ તેમની રમતને અનુકૂળ થઈ શકી હોત તો પરિણામ કંઈક અલગ જ હોત: રૈના

વર્લ્ડ રેન્કિંગમાં 174મા ક્રમે રહેલી રૈનાએ મેચ બાદ જણાવ્યું કે, "પહેલા સેટથી જ મને સમજાઈ ગયું કે તે (ઓસ્ટાપેન્કો) શું કરી રહી હતી અને મારે મારી રમત બદલવાની જરૂર છે. તે સારું હતું કે, હું તેમની રમતને અનુકૂળ થઈ શકી પણ જો હું શરૂઆતથી જ તેમની રમતને અનુકૂળ થઈ શકી હોત તો પરિણામ કંઈક અલગ જ હોત." 2017 ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઓસ્ટાપેન્કોએ રૈનાને 6–2, 5–7, 7–5થી હરાવી હતી. ઓસ્ટાપેન્કોએ બે કલાક અને 24 મિનિટમાં આ મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો : સાનિયા મિર્ઝાએ જીત મેળવી કતાર ઓપન ક્વાર્ટરફાઈનલમાં બનાવી જગ્યા

જ્યારે તમે તમારા દેશ માટે રમો છો, ત્યારે તમે દરેક વસ્તુ માટે લડતા હો છો: અંકિતા

અંકિતાએ જણાવ્યું કે, "જ્યારે તમે તમારા દેશ માટે રમો છો, ત્યારે તમે દરેક વસ્તુ માટે લડતા હો છો અને તે મેચમાં જોવા પણ મળ્યું હતું. મને લાગ્યું કે, મે પહેલા સેટમાં થોડો સારો દેખાવ કરી શકી છું અને મેં બીજો સેટ જીતવાનો પ્રયાસ કર્યો હતો પણ ઓસ્ટાપેન્કોએ પહેલા આવી મેચ રમી ચૂકી છે અને તે શ્રેષ્ઠ સ્તરે રમી છે. "

આ પણ વાંચો : મુંબઇ સામે મેચ જીતવવાના ઇરાદે મેદાનમાં ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ

ભારત પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે

લાતવિયાના નંબર 1 ખેલાડી સેવાસ્તોવાએ વિશ્વ રેન્કિંગમાં 691 નંબરની નામાંકિત ખેલાડી થાંડીને 6-4, 6-0થી હરાવી હતી. સેવાસ્તોવાએ 1 કલાક અને 17 મિનિટમાં મેચ જીતી લીધી. ભારત પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે. થાંડીએ જણાવ્યું કે, "ટોપ -50 ખેલાડી સામે પ્રથમ વખત રમવાથી શીખવાનો ખૂબ જ સરસ અનુભવ છે. હવે, મારે મારા પાયાના આધારે કામ કરવાની જરૂર છે. થોડા વર્ષો પછી આ સ્તરે રમીને અને ટોચના 50 ખેલાડી સાથે રમીને તેની સામે રમવું સહેલું નથી. તે એક સારો અનુભવ હતો. "

હવે સેવાસ્તોવા રૈનાનો સામનો કરશે

રિવર્સ સિંગલ્સ મેચમાં હવે સેવાસ્તોવા રૈનાનો સામનો કરશે, જ્યારે ઓસ્ટાપેન્કોનો સામનો થાંડી સાથે થશે. ડબલ્સ મેચમાં હવે લાતવિયાની ડાયના માસિન્કેવિકા અને ડેનીએલા વિસ્માનેનો સામનો સાનિયા મિર્ઝા અને રૈનાની જોડી સાથે થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.