ETV Bharat / sports

T20 WC : 1 મેચ અને 3 ટીમોની કિસ્મત દાવ પર, AFG vs NZના પરિણામ પર સૌની નજર..

આજે સોમવારે યોજાનારી AFG vs NZ મેચ પર કરોડો ક્રિકેટ પ્રેમીઓની નજર છે, કારણ કે જો કીવી ટીમ સોમવારની મેચમાં સફળ રહેશે તો પાકિસ્તાન સાથે સેમીફાઈનલમાં પહોંચનારી ગ્રુપ બીમાંથી તે બીજી ટીમ હશે, પરંતુ જો અફઘાન ટીમ બ્લેક કેપ્સને હરાવવામાં સફળ રહેશે, તો ભારતીય ટીમના સેમીફાઈનલ પહોંચવું થોડું સરળ રહેશે.

afg vs nz t20 wc Score live
afg vs nz t20 wc Score live
author img

By

Published : Nov 7, 2021, 1:52 PM IST

  • આજે સોમવારે AFG vs NZનું મેચ પર ચાહકોની નજર
  • આ મેચ પર કરોડો ભારતીય ચાહકોની આશાઓ
  • ભારતનું ભવિષ્ય ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર

ન્યૂઝ ડેસ્ક : T20 વર્લ્ડ કપ 2021ની ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો અફઘાનિસ્તાનનો છે. અબુ ધાબીમાં યોજાનારી આ મેચ પર કરોડો ભારતીય ચાહકોની આશાઓ ટકેલી છે. કેન વિલિયમસન ન્યુઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કરશે જ્યારે મોહમ્મદ નબી અફઘાન ટીમનું નેતૃત્વ કરશે.

ગ્રુપ-1માંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ગ્રુપ-2 તરફ છે, જ્યાં પાકિસ્તાનની ટીમ સતત ચાર મેચ જીતીને સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બીજા ગ્રૂપમાંથી બીજા સેમી ફાઇનલિસ્ટનો નિર્ણય હજુ બાકી છે. આ બે ટીમો સિવાય ભારતીય ટીમનું ભવિષ્ય પણ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર ટક્યું છે. આજની મેચથી શું થઈ શકે ? ચાલો જાણીએ...

ન્યુઝીલેન્ડની જીત પર...

કિવી ટીમ અફઘાનિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે, કારણ કે આ જીતથી તેમના 8 પોઈન્ટ થઈ જશે. આ પોઈન્ટ્સ ભારતીય ટીમની પહોંચની બહારના છે અને મોહમ્મદ નબીની ટીમને પણ ચાર પોઈન્ટ પર છોડવું પડશે. આવી સ્થિતિમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો સ્પર્ધામાંથી બહાર થઈ જશે. જો ન્યુઝીલેન્ડ જીતે છે અને પાકિસ્તાન સ્કોટલેન્ડ સામે હારનો ભોગ બને છે, તો બ્લેક કેપ્સ વધુ સારા નેટ રન રેટ સાથે ગ્રુપ-2માં ટોચ પર રહી શકે છે.

અફઘાનિસ્તાન: બહાર

ભારત: બહાર

અફઘાનિસ્તાનની જીત પર...

અફઘાનિસ્તાન જીતશે તો આ સ્પર્ધામાં ભારતીય ટીમના દરવાજા ખુલી જશે. ન્યુઝીલેન્ડ સામેની જીત અફઘાનિસ્તાનને છ પોઈન્ટ પર લઈ જશે, જેનાથી તે ન્યુઝીલેન્ડની બરાબરી પર આવી જશે, તેમજ ન્યૂઝીલેન્ડની ટીમ પણ અફઘાનિસ્તાનની સરખામણીમાં નબળા નેટ રનરેટના કારણે સ્પર્ધામાંથી બહાર થઈ જશે. ન્યુઝીલેન્ડ સામે જીત મેળવ્યા બાદ પણ અફઘાનિસ્તાનનું સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત નથી. અફઘાનિસ્તાન માટે નેટ રનરેટ નિર્ણાયક રહેશે અને તેમની નજર સોમવારે નામિબિયા સામેની ભારતની મેચ પર રહેશે. ભારત તે મેચમાં ખાસ વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે, જેથી તે નેટ રનરેટના મામલે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પાછળ છોડી શકે છે.

ન્યુઝીલેન્ડ : રેસમાંથી બહાર

અફઘાનિસ્તાન : સેમિફાઇનલમાં પહોંચી શકે છે, જો ભારત નામીબિયા સામે હારી જાય અથવા જીતવા છતાં તેનો નેટ રનરેટ અફઘાનિસ્તાન કરતા ઓછો રહે તો.

ભારત : જો તે નામીબિયાને હરાવશે અને અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ બન્ને કરતા સારો નેટ રનરેટ ધરાવે તો સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

જો મેચ ટાઈ અનિર્ણિત થાય તો..

અબુ ધાબીના હવામાનને જોતા મેચ સમયે વરસાદ અશક્ય છે. આ ઉપરાંત, અમર્યાદિત સુપર ઓવરના નિયમને કારણે, મેચ ટાઈ રહેવાની કોઈ શક્યતા નથી. જો કે, જો ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાને પોઈન્ટ વિભાજિત કરવા પડશે તો ન્યુઝીલેન્ડ સાત પોઈન્ટ પર પહોંચી જશે, જેના કારણે ભારત માટે તેમનો પીછો કરવો અશક્ય બની જશે.

ન્યુઝીલેન્ડ : સેમી ફાઇનલમાં

અફઘાનિસ્તાન : બહાર

ભારત : બહાર

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.