નવી દિલ્હીઃ સર્બિયાના બેલગ્રેડમાં 10થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (World Wrestling Championship) માટે ભારતીય ટીમમાં બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટનો સમાવેશ (Vinesh in Indian team for World Championship) સ્ટાર ભારતીય કુસ્તીબાજોમાં કરવામાં આવ્યો છે. ભારતીય ટીમની પસંદગી સોમવાર અને મંગળવારે લખનૌ અને સોનેપતમાં SAIના પ્રશિક્ષણ કેન્દ્રોમાં પસંદગીની ટ્રાયલ બાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરી
વિનેશ મહિલા ટીમનું નેતૃત્વ કરશે, જેણે આ મહિનાની શરૂઆતમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પુરુષોની ફ્રી સ્ટાઈલ ટીમમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ (Bajrang in Indian team for World Championship ) અને રવિ દહિયા અને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર વિજેતા દીપક પુનિયા હશે. બજરંગ (65 કિગ્રા), રવિ દહિયા (57 કિગ્રા) અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર દીપક પુનિયા (86 કિગ્રા)ને ટ્રાયલ્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, મંગળવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
ભારતીય ટીમઃ મહિલાઃ 50 કિગ્રાઃ રિ-ટ્રાયલ યોજાશે, 53 કિગ્રાઃ વિનેશ ફોગાટ, 55 કિગ્રાઃ સુષ્મા શોકીન, 57 કિગ્રાઃ સરિતા મોર, 59 કિગ્રાઃ માનસી અહલાવત, 62 કિગ્રાઃ સોનમ મલિક, 65 કિગ્રાઃ શેફાલી, 68 કિગ્રા: નિશા દહિયા, 72 કિગ્રા: રિતિકા, 76 કિગ્રા: પ્રિયંકા.
પુરૂષ: ફ્રીસ્ટાઈલઃ રવિ દહિયા (57 કિગ્રા), પંકજ મલિક (61 કિગ્રા), બજરંગ પુનિયા (65 કિગ્રા), નવીન મલિક (70 કિગ્રા), સાગર જગલાન (74 કિગ્રા), દીપક મિરકા (79 કિગ્રા), દીપક પુનિયા (86 કિગ્રા), વિકી હુડા (92 કિગ્રા), વિકી ચાહર (97 કિગ્રા), દિનેશ ધનખર (125 કિગ્રા) ગ્રીકો-રોમનઃ અર્જુન હલાકુર્કી (55 કિગ્રા), જ્ઞાનેન્દ્ર (60 કિગ્રા), નીરજ (63 કિગ્રા), આશુ (67 કિગ્રા), વિકાસ (72 કિગ્રા), સચિન (77 કિગ્રા) , હરપ્રીત સિંહ (82 કિગ્રા), સુનિલ કુમાર (87 કિગ્રા), દીપાંશુ (97 કિગ્રા), સતીશ (130 કિગ્રા).