ETV Bharat / sports

World number one tennis player: નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયામાંથી બહાર કાઢ્યો, જાણો હવે ક્યાં પહોંચ્યોં - Novak Djokovic

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને( World number one tennis player Novak Djokovic )કોરોના સામે રસી ન લગાવવાને કારણે ઓસ્ટ્રેલિયામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો (Expelled from Australia)છે. ત્રણ ફેડરલ કોર્ટના ન્યાયાધીશોએ શુક્રવારે જાહેર હિતના આધારે જોકોવિચના વિઝાને રદ કરવાના ઇમિગ્રેશન પ્રધાનના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

World number one tennis player: નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયામાંથી બહાર કાઢ્યો, જાણો હવે ક્યાં પહોંચ્યોં

author img

By

Published : Jan 17, 2022, 3:50 PM IST

દુબઈ: કોરોના સામે રસી ન લગાવવાને કારણે ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં (Get Novak Djokovic out of Australia,)આવેલા વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સોમવારે (World number one tennis player)સવારે દુબઈ થઈને સર્બિયા જવા રવાના થયો હતો. તેઓ અમીરાતના વિમાન દ્વારા સાડા 13 કલાકની ઉડાન બાદ મેલબોર્નથી અહીં પહોંચ્યા હતા. આ પછી તે સર્બિયાની રાજધાની બેલગ્રેડની ફ્લાઈટ લેતો જોવા મળ્યો હતો.

પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ દર્શાવવો જરૂરી

દુબઈમાં મુસાફરો માટે રસીકરણ ફરજિયાત નથી, પરંતુ તેમણે ફ્લાઈટમાં સવાર થતા પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ દર્શાવવો જરૂરી છે. નવ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન અને 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચના વિઝા(Djokovic's visa revoked ) ઓસ્ટ્રેલિયામાં બે વખત રદ કરવામાં આવ્યા છે કારણ કે તે કડક કોરોના રસીકરણ નિયમોમાં તબીબી મુક્તિ માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરતા નથી.

આ પણ વાંચોઃ Corona Protocol : વિશ્વ બેંકે શાળાઓ બંધ રાખવા પર ઉઠાવ્યા સવાલ

પ્રથમ વખત વિઝા રદ કરવા સામે કાનૂની લડાઈ જીતી

તેમણે પ્રથમ વખત વિઝા રદ કરવા સામે કાનૂની લડાઈ જીતી હતી, પરંતુ બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં એ જ ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકોને એન્ટ્રી મળી છે, જેમને કોરોનાની બંને રસી મળી છે.

ઓસ્ટ્રેલિયન સરકાર સામેનો કેસ જીત્યો હતો

નોંધપાત્ર રીતે, ઇમિગ્રેશન પ્રધાને આ આધાર પર વિઝા રદ કર્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં જોકોવિચની હાજરી દેશના લોકોના સ્વાસ્થ્ય અને સારી વ્યવસ્થા માટે જોખમી હોઈ શકે છે. આ પહેલા જોકોવિચે વિઝા રદ કરવાના મામલામાં પહેલીવાર ઓસ્ટ્રેલિયન સરકાર સામેનો કેસ જીત્યો હતો. જોકે, કોર્ટના આ નિર્ણય સામે સરકારે જોકોવિચને જાહેર ખતરો માનીને તેના વિઝા ફરીથી રદ કર્યા હતા. આ વખતે કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચોઃ અમેરિકાઃ ટેક્સાસમાં 4 લોકોને બંધક બનાવનાર ઠાર, બ્રિટિશ નાગરિક તરીકે થઈ ઓળખ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.