- અવનીએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન એસએચ 1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો
- આ પેરા ઑલિમ્પિકમાં અવની લેખરાનો આ બીજો મેડલ
- 10 મીટર એર રાઇફલ એસએચ 1 વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
ટોક્યો: ભારતની પેરા શૂટર અવની લેખરાએ ટોક્યો પેરા ઑલિમ્પિક 2020માં મહિલા 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન એસએચ 1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. અવનીનો આ પેરા ઑલિમ્પિકમાં આ બીજો મેડલ છે.
ટોક્યો પેરા ઑલિમ્પિકમાં ભારતે 12 મેડલ જીત્યા
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે મહિલાઓની 10 મીટર એર રાઇફલ એસએચ 1 વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીના મેડલ જીતવાની સાથે જ ભારતે ટોક્યોમાં અત્યાર સુધી 12 મેડલ પોતાના નામે કર્યા છે.
ચીનની કુલપિંગ ઝાંગે જીત્યો ગૉલ્ડ
અવની 445.9ના સ્કોરની સાથે ત્રીજા સ્થાન પર રહી. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનની કુલપિંગ ઝાંગે જીત્યો, જેમણે 457.9નો સ્કોર કર્યો, જ્યારે જર્મનીની નતાસ્ચા હિલટ્રોપે 457.1 અંક લઇને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
પ્રવીણ કુમારે પુરુષ ઊંચી કૂદ ટી-64 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
ભારતે દિવસનો બીજો મેડલ પોતાના નામે કર્યો. અવની પહેલા પ્રવીણ કુમારે પુરુષ ઊંચી કૂદ ટી-64 ઇવેન્ટમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો. ભારતે ટોક્યો પેરા ઑલિમ્પિકમાં અત્યાર સુધી 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 12 મેડલ પોતાના નામે કર્યા છે.
વધુ વાંચો: Paralympics: પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર જીત્યો, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા