- ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં જનારા ખેલાડીઓ માટે બનાવાયું ગીત
- રમતગમત પ્રધાને ખેલાડીઓ માટે બનાવેલું 'ચીયર ફોર ઈન્ડિયા' (Cheer for India) ગીત કર્યું લોન્ચ
- રમતગમત પ્રધાને આ ગીતને તમામ લોકો જોવે તેવો અનુરોધ કર્યો
નવી દિલ્હીઃ રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) બુધવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં જનારી ટીમ માટે એક ગીત 'ચીયર ફોર ઈન્ડિયા' (Cheer for India) લોન્ચ કર્યું છે. રમતગમત પ્રધાને જણાવ્યું હતું કે, હું તમામ દેશવાસીઓને આ ગીતને સાંભળવા અને શેર કરવા તેમ જ ટોક્યો ઓલિમ્પિક માટે સંપૂર્ણ ભારતીય ટીમને પણ આ ગીત જોવાનો અનુરોધ કરું છું. આ સાથે જ અમે તમારી સાથે છીએ.
આ પણ વાંચો- ભારત માટે ચેમ્પીયનશીપનો બેલ્ટ લાવવો એ મારૂ સ્વપ્ન છે : રીતુ ફોગાટ
એ. આર. રહેમાન અને અનન્યા બિરલાએ તૈયાર કર્યું ગીત
આ ગીતને ગ્રેમી પુરસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન (A. R. Rahman)અને યુવા સિંગર અનન્યા બિરલા (Ananya Birla)એ મળીને તૈયાર કર્યું છે. આ ગીતનું શીર્ષક 'ચીયર ફોર ઈન્ડિયાઃ હિન્દુસ્તાની વે' છે. રમતગમત પ્રધાને રહેમાન અને અનન્યાનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમણે કોરોના મહામારીના આટલા મુશ્કેલ સમયમાં પણ આ ગીત તૈયાર કર્યું.
આ પણ વાંચો- Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર
આ ગીતના લોન્ચિંગ પ્રસંગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ નરિન્દ્ર બત્રાએ જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાનું સત્તાવાર 'ચીઅર' ગીત છેલ્લા 18 મહિનામાં તમામ શેરધારકોના કઠિન પરિશ્રમને દર્શાવે છે. રાજ્ય પ્રધાન (રમતગમત) નિશીથ પ્રમાણિક, રમત સચિવ રવિ મિત્તલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SII)ના મહાનિદેશક સંદીપ પ્રધાન અને IOAના મહાસચિવ રાજીવ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ભારત 119 ખેલાડીઓ સહિત 228 સભ્ય દળ મોકલશે
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ નરિન્દર બત્રાએ મંગળવારે કહ્યું હતું કે, ભારત 119 ખેલાડીઓ સહિત ટોક્યો ઓલિમ્પિક માટે 229નું સભ્ય દળ મોકલશે. ઓલિમ્પિક જનારા ખેલાડીઓની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાતચીત કરી હતી. તે દરમિયાન બત્રાએ જણાવ્યું હતું કે, 119 ખેલાડીઓમાંથી 67 પુરૂષ અને 52 મહિલા છે. આ ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું ખેલાડીઓનું દળ હશે. ટોક્યો જનારું પહેલું દળ 17 જુલાઈએ રવાના થશે, જેમાં 90 એથ્લિટ અને અધિકારી હશે.