ETV Bharat / sports

ભારતીય શૂટરો ટોક્યો ઑલિમ્પિકમાં મેડલના પ્રબળ દાવેદારઃ અભિનવ બિન્દ્રા - ટોક્યો ઑલિમ્પિક

અભિનવ બિન્દ્રાએ કહ્યું કે, અમારા ઘણા બધા શૂટરો દુનિયાના એક અથવા 2 અને 3 નંબર પર બિરાજમાન છે. ઑલિમ્પિકની ઘણી સ્પર્ધાઓમાં અમે પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરીશું.

ETV BHARAT
ભારતીય શૂટરો ટોક્યો ઑલિમ્પિકમાં મેડલના પ્રબળ દાવેદારઃ અભિનવ બિન્દ્રા
author img

By

Published : Mar 6, 2020, 1:04 PM IST

મુંબઈ : અભિનવ બિન્દ્રાએ ગુરૂવારે કહ્યું કે, ભારત પોતાની અત્યાર સુધીની સૌથી મજબૂત ટીમ સાથે ટોક્યો ઑલિમ્પિકમાં શૂટીંગના પ્રબળ દાવેદારના રૂપે ઉતરશે. જો રેંકિન્ગની યાદીને જોવામાં આવે તો, આપણા ઘણા શૂટરો દુનિયાના એક અથવા 2 અને 3 નંબરે છે.

ETV BHARAT
ઑલિમ્પિક માટે ક્વોલિફાઈ

ભારત માટે ઑલિમ્પિકમાં એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા બિન્દ્રાએ જણાવ્યું કે, ઘણી સ્પર્ધાઓમાં અમે પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરીશું. ગત સત્રમાં વિશ્વ કપમાં અમે સૌથી વધુ મેડલ જીત્યા હતા, જે અમારી પ્રબળ દાવેદારી દર્શાવે છે.

આ સાથે જ અભિનવે કોરોના અંગે ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, સમગ્ર દુનિયામાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના વધતા કેસમાંથી ઉદ્ભવેલી સ્થિતિ પર સાવધાની પૂર્વક ધ્યાન રાખવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ(IOC)એ મંગળવારે કહ્યું હતું કે, કોરોના વાયરસના ભય પછી પણ ટોક્યો ઑલિમ્પિકની તૈયારી ઝડપી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઑલિમ્પિક 24 જુલાઈથી શરૂ થઇ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.