- સતીશ કુમાર 91 કિલો વજનશ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા
- સતીશનો પ્રારંભિક રાઉન્ડમાં સામનો જમૈકાના રિકાર્ડો બ્રાઉનથી થયો
- સતીશે જમૈકન ખેલાડીને 4-1થી હરાવ્યો હતો
ટોક્યો (જાપાન) : ભારતીય મુક્કેબાજ સતીશ કુમાર 91 કિલો વજનશ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમાં તેનો પ્રારંભિક રાઉન્ડમાં તેનો સામનો જમૈકાના રિકાર્ડો બ્રાઉનથી થયો હતો. આ દરમિયાન સતીશે જમૈકન ખેલાડીને 4-1થી હરાવ્યો હતો.
આ પણ વાંચો : ઓલમ્પિકમાં દેશના રમતવીરોનો ઉત્સાહ વધારવા રાજભવન ખાતે મેરેથોનનું આયોજન
ભારતીય મહિલા મુક્કેબાજ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
આ અગાઉ ભારતીય મહિલા મુક્કેબાજ લોવલીના બોરગોહેન અહીં જાહેર થયેલા ટોક્યો ઓલંપિક્સના 69 કિલો વજનશ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. લવલીનાએ મંગળવારે કુકુગિકાન એરેનામાં રમાયેલા છેલ્લી-16 રાઉંડની મેચમાં જર્મનીની નાડિના અપટેજને 3-2થી હરાવ્યો હતો.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ
લવલીનાએ પાંચ જજોના અનુક્રમે 28, 29, 30, 30, 27 પોઇન્ટ મેળવ્યા
બ્લુ કોર્નર પર રમી રહેલી લવલીનાએ પાંચ જજોના અનુક્રમે 28, 29, 30, 30, 27 પોઇન્ટ મેળવ્યા હતા. બીજી બાજુ નાડિનાને 29, 28, 27, 27, 30 ગુણ મળ્યા હતા.
આ પણ વાંચો -
- Olympic: પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ
- Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી
- Tokyo Olympics 2020, Day 7: હોકીમાં ભારતે ચેમ્પિયન ટીમ અર્જટીનાને 3-1થી હરાવ્યું
- Tokyo Olympics 2020, Day 7: પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 2-0થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ