- ખેલો ઈંડિયા વિન્ટર ગેમ્સની બીજી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન યોજાશે
- દેશના 1200 જેટલા એથ્લેટ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની બીજી સીઝનમાં ભાગ લેશે
- રમત પ્રધાન કિરણ રિજિજુ ગુલમર્ગ પહોંચ્યા
શ્રીનગર: દેશના 1200 જેટલા એથ્લેટ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની બીજી સીઝનમાં ભાગ લેશે. જુદા જુદા રાજ્યોથી આવતા રમતવીરો વિવિધ વર્ગમાં ભાગ લેશે. આ રમતોમાં મુખ્યત્વે સ્નો શૂ રેસ, આઈસ સ્કેટિંગ, આઇસ હોકી, સ્કીઇંગ, નોરેડિક સ્કાય, સ્નોબોર્ડિંગ, સ્કાય માઉન્ટનેરિંગ અને આઈએસ સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે.
રમત પ્રધાન કિરણ રિજિજુ ગુલમર્ગ પહોંચ્યા
રમત પ્રધાન કિરણ રિજિજુએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "26 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે, બીજી આવૃતિ ખેલો ઈંડિયા વિન્ટર ગેમ્સ 2021 ના ઉદ્ઘાટન માટે હું ગુલમર્ગ પહોંચ્યો"
દેશના 1200 જેટલા એથ્લેટ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની બીજી સીઝનમાં ભાગ લેશે
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત ભારતીય સૈન્ય અને જવાહર ઈન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટનેરિંગના રમતવીરો પણ વિન્ટર ગેમ્સમાં ભાગ લેશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રાલય, જમ્મુ-કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સિલ અને જમ્મુ-કાશ્મીર વિન્ટર ગેમ્સ એસોસિએશનના સહયોગથી તેનું આયોજન કરવામાં આવ્યું છે.
શુક્રવારથી ગુલમર્ગમાં ખેલો ઈંડિયા વિન્ટર ગેમ્સ યોજાશે
આ કાર્યક્રમો જમ્મુ-કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સિલ અને જમ્મુ-કાશ્મીરના વિન્ટર ગેમ્સના સહયોગથી રમત મંત્રાલય દ્વારા યોજવામાં આવી રહ્યા છે.