ETV Bharat / sports

સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘૂસેલો યુવક નીકળ્યો વિરાટ કોહલીનો ફેન, પોલીસે અટકાયતી પગલાં લીધા, પ્રેન્કસ્ટર હોવાનું સામે આવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 4:34 PM IST

Updated : Nov 19, 2023, 7:14 PM IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ દરમિયાન એક અસાધારણ ઘટના બની છે. ચાલુ મેચ દરમિયાન એક દર્શક અચાનક મેદાન પર આવી ગયો હતો અને વિરાટ કોહલીને ભેટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વ્યક્તિની ટીશર્ટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ બનાવથી થોડી ક્ષણો માટે રમતને અટકાવી પડી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો છે. પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

અજાણ્યો શખ્સ વિરાટ કોહલી સુધી પહોંચી ગયો

અમદાવાદ : ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો હાઈ વોલ્ટેજ મુકાબલો હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. જોકે ચાલુ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી જેણે માહોલમાં ગરમી વધારી દીધી હતી. ચાલુ મેચ દરમિયાન 'STOP BOMBING PALESTINE' અને 'Free Palestine' લખેલ ટીશર્ટ પહેરેલ એક વ્યક્તિ અચાનક મેદાન પર દોડી આવ્યો હતો. આ ઉપરાંત તેણે ક્રીઝ પર આવી વિરાટ કોહલીને ભેટવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે આ બનાવના પગલે થોડીવાર માટે મેચમાં ખલેલ પહોંચી હતી. ઉપરાંત સુરક્ષામાં ક્ષતિ સામે આવતા માહોલ ગરમાયો છે.

  • #WATCH | Gujarat: The man who breached the security & entered the field during the India vs Australia Final match, says, "My name is John...I am from Australia. I entered (the field) to meet Virat Kohli. I support Palestine..." pic.twitter.com/5vrhkuJRnw

    — ANI (@ANI) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોલીસે કરી અટકાયત: ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો છે. ચાંદખેડા પોલીસે તરફથી માહિતી આપવામાં આવી છે કે અમદાવાદ સિપી સત્તાવાર માહિતી બહાર પાડશે. પોલીસે આ યુવકે ઓસ્ટ્રેલિયામાં પણ મેચ દરમિયાન આવું કર્યું હતું, ટીક ટોકમાંમાં અનેક વિડિયો પ્રેન્કસ તરીકે રિલીઝ કર્યા છે.

કોહલી સુધી પહોંચ્યો ફેન : સામાન્ય રીતે કોઈ ચાલુ મેચ દરમિયાન કોઈ ચાહક ખેલાડીને મળવા અથવા આકર્ષણનું કેન્દ્ર બનવા મેદાન પર આવી ચડતા હોવાના અનેક બનતા હોય છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ICC ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ અચાનક પીચ પર દોડી આવ્યો હતો. કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં આ વ્યક્તિ દોડીને ક્રીઝ પર ઉભેલા વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. ઉપરાંત તેણે કોહલીને ગળે લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ચાહક હતો કે ખતરો ? ચાલુ મેચ દરમિયાન ચાહક પોતાના પસંદીદા ખેલાડીને મળવા આવી પહોંચતા હોવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. પરંતુ ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન બનેલી આ ઘટના વધુ ગંભીર બની શકે છે. ઉલ્લેખનિય છે કે, મેદાન પર આવી પહોંચેલો શખ્સ કોઈ સામાન્ય ચાહક કે દર્શક નહોતો. કારણ કે આ વ્યક્તિએ પહેરેલ ટીશર્ટ પર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. મેદાન પર આવી ચડેલા વ્યક્તિની ટીશર્ટ પર 'સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન' અને પીઠ પર 'ફ્રી પેલેસ્ટાઈન' લખેલું હતું. ઉપરાંત આ વ્યક્તિ પાસે પેલેસ્ટિનિયન ધ્વજ હતો.

ભારતીય ચાહકોમાં ચિંતાનો માહોલ : ફાઈનલ મેચની વાત કરવામાં આવે તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ભારતીય ટીમને શરુઆતમાં જ ત્રણ મોટા ઝટકા મળી ગયા હતા. શરુઆતની ઓવરોમાં જ ઓપનર શુભમન ગીલ અને કેપ્ટન રોહિત શર્માની મહત્વપૂર્ણ વિકેટ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત વિરાટ કોહલી પણ હાફ સેન્ચૂરી બનાવી આઉટ થયો હતો. શ્રેયશ એય્યર પણ સસ્તામાં પેવેલીસય પરત ફર્યો હતો.

  1. ભારતીય ટીમને જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાહુુલ ગાંધી,અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીએ શુભેચ્છા પાઠવી
  2. ઈન્ટરનેશનલ મેન્સ ડેઃ આજે પુરુષોના ત્યાગ અને સમર્પણને યાદ કરવાનો દિવસ

Last Updated : Nov 19, 2023, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.