હૈદરાબાદઃ ભારતમાં ઓલિમ્પિકને લઈને ભારતીય રેસલર સંગ્રામ સિંહે કહ્યું કે, જો 2021માં ઓલમ્પિક નહી યોજાય તો આપણા દેશનું નુકસાન થશે.
ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં સંગ્રાામ સિંહે કહ્યું કે, 2021માં ઓલમ્પિક નહી યોજાય તો જે ખેલાડીઓ અત્યારે સર્વશ્રેષ્ઠ છે તેઓનો સમય બરબાદ થશે.
સંગ્રાામે કહ્યું કે, " મારી ઈચ્છા છે કે 2021માં ઓલમ્પિક યોજાય..નહીં તો ભારત માટે ખુબ મોટો ઝટકો હશે કારણ કે, અમુક ખેલાડીઓ જેવા કે બજરંગ, રવિ, વિનેશ બોક્સિંગમાં અમિત, સિમરનજીત છે આ તમામ 2024માં પોતાનું સર્વશ્રેષ્ઠાથી હટી ચુક્યા હશે. એવામાં ભારત માટે આ નુકસાનની વાત છે. "
આપને જણાવી દઇએ કે આ પહેલા, ઓલિમ્પિક એસોસિએશનએ કહ્યું હતું કે, જો 2021માં ઓલિમ્પિક મુલતવી રાખવામાં આવે તો તેને રદ કરવી પડશે, જ્યારે આવી સ્થિતિમાં ઓલમ્પિક 2024માં પેરિસમાં જોવા મળશે. ભારતીય રમત ગમતની વાત કરીએ તો, આપણે 2021માં યોજાનારી ઓલિમ્પિકમાંથી મેડલ જીતવાની સંભાવના વધારે છે, પરંતુ 2024માં કેટલાક એથ્લેટ્સ જે આ વખતે મેડલ લાવી શકે છે તે ભારત તરફથી પ્રદર્શન કરવા ન જઈ શકે.
તેમની કારકિર્દીમાં કેવી રીતે ઉતાર-ચઢાવ આવ્યા તે પૂછવામાં આવતા સંગ્રાામે કહ્યું કે, "જ્યારે હું 3 વર્ષનો હતો ત્યારે મને આર્થરાઇટિસ થયો હતો. હું ખૂબ જ ગરીબ ઘરનો હતો. પરિવારે ઘણા ડોક્ટરોને બતાવ્યું. પછી તેણે કહ્યું કે, આ રોગ મારા મૃત્યુ સાથે જશે અને હું માંડ મહિના કે એક વર્ષ સુધી જીવી શકીશ. હું મારા હાથથી ગ્લાસ પણ ઉપાડી શકતો ન હતો પણ મારી માતાએ ક્યારેય હિંમત ગુમાવી નહીં. તે મને દિવસમાં 15 વાર મસાજ કરતી હતી. જેને આઠ વર્ષ થયા પરંતુ હું આમાંથી નિકળી ગયો.
સંગ્રામે કુસ્તીની દુનિયામાં આવવા અંગે કહ્યું, "કુસ્તી તરફ મારું ધ્યાન ત્યારે હતું જ્યારે મને ખબર પડી કે ત્યાં દૂધ મળે છે, ખોરાક મળે છે. મારો ભાઈ પણ રેસલર હતો, ત્યારબાદ હું અખાડા પાસે આવતો હતો. મને ત્યાં પડકાર મળ્યો કે રેસલર બનવું તો દુરની વાત છે પરંતુ હું ત્યાંના કોઈ એક પહેલવાન સામે થોડીવાર ટકી ગયો તો પણ મોટી વાત છે. મેં પુછ્યુ એક રેસલર શું હોય છે તો જવાબ મડ્યો કે રેસલર દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
સંગ્રામે ઓલિમ્પિકમાં નિષ્ફળતા અંગે કહ્યું હતું કે, "મારું સ્વપ્ન હતું કે હું પણ ઓલિમ્પિકમાં જઉં, દેશ માટે મેડલ લઉં પણ હું તે કરી શક્યો નહીં. કારણ જે પણ હોઈ શકે, પરંતુ હવે હું નવી પેઢીને મદદ કરવા માંગું છું. તે બધા જ જાય અને મેડલ મેળવે તેની સાથે મારૂ સપનું પણ પુરૂ થઈ જશે. "
આ ઈન્ટરવ્યૂનો પહેલો ભાગ છે. બીજો ભાગ આવતીકાલે ઈટીવી ભારત પર ઉપલબ્ધ થશે