- મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે 11 ખેલાડીઓની ભલામણ
- મિતાલી રાજની પણ ખેલ રત્ન માટે ભલામણ
- આ એવોર્ડ માટે સુનીલ છેત્રી પસંદગી પામનારા દેશના પહેલા ફૂટબોલર બન્યા
નવી દિલ્હી: ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા (Neeraj Chopra), જેઓ ટોક્યો ગેમ્સમાં વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર (Olympic Gold Medal winner) માત્ર બીજા ભારતીય બન્યા હતા તેમની અને સિલ્વર મેડલ વિજેતા (Silver Medal Winner) કુસ્તીબાજ રવિ દહિયા (Ravi Kumar Dahiya)ની ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે. સાથે જ આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવા માટે વધુ 11 ખેલાડીઓની ભલામણ કરવામાં આવી છે.
ખેલ રત્ન માટે સુનીલ છેત્રીની પણ પસંદગી
પસંદગી સમિતિએ ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લવલિના બોર્ગોહેન, અનુભવી હોકી ગોલકીપર પી.આર. શ્રીજેશ અને મહિલા ક્રિકેટ ટેસ્ટ કેપ્ટન મિતાલી રાજની પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે ભલામણ કરી છે. આ ઉપરાંત આ સન્માન માટે પ્રતિષ્ઠિત સુનીલ છેત્રી પસંદગી પામનારા દેશના પહેલા ફૂટબોલર બન્યા છે. ગયા વર્ષે 5 એથ્લેટ્સને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે 4ની પસંદગી 2016 રિયો ગેમ્સ પછી કરવામાં આવી હતી.
અવની લેખારાની ખેલ રત્ન માટે ભલામણ
આ વખતે આ પુરસ્કારોની જાહેરાતમાં વિલંબનું કારણ ટોક્યો પેરાલિમ્પિક્સ (24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર) હતું, જેમાં સમિતિએ પેરા-એથ્લેટ્સના પ્રદર્શન પર વિચાર કરવા માટે થોડો સમય વિરામ લેવાનું નક્કી કર્યું હતું. તો આ વખતે શૂટર્સ અવની લેખારા અને મનીષ નરવાલ, ભાલા ફેંકનાર સુમિત અંતિલ, શટલર પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગર (જેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં એક-એક ગોલ્ડ જીત્યો છે)ની ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે.
અર્જુન એવોર્ડ માટે શિખર ધવનની પસંદગી
સમિતિએ અર્જુન એવોર્ડ માટે 35 એથ્લેટ્સને શોર્ટલિસ્ટ કર્યા હતા, જે ગયા વર્ષના એવોર્ડ વિજેતા કરતાં 8 વધુ છે. ક્રિકેટર શિખર ધવન, પેરા ટીટી પ્લેયર ભાવના પટેલ, પેરા શટલર સુહાસ યતિરાજ અને હાઈ જમ્પર નિષાદ કુમારને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર મેન્સ હોકી ટીમના સભ્યોને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવશે.
આ પણ વાંચો: ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનારા ઈરફાન પઠાણનો આજે જન્મદિવસ
આ પણ વાંચો: દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે અરજી કરી, VVS લક્ષ્મણ એનસીએમાં કાર્યભાર સંભાળે તેવી શક્યતા