ટોક્યો: ટોક્યો ઓલિમ્પિક 2020 અને પેરા ઓલિમ્પિક રમતની આયોજિત સમિતિએ કોરોના વાયરસના કારણે ઓલિમ્પિકની મશાલ રિલેનું ગ્રીસ લેગ રદ કરવાની જાહેરાત કરી છે. એક સમાચાર એજન્સી પ્રમાણે, ટોક્યો ઓલિમ્પિક 2020ની મશાલ રિલેને ગ્રીક લેગને રદ કરવામાં આવી છે, પરંતુ હેલેનિક ઓલિમ્પિક સમિતિ (HOC)એ 19 માર્ચે નક્કી સમય અનુંસાર ઓલિમ્પિકનું આયોજન કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે, પરંતુ આ દર્શકો વિના થશે.
![olympic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6415573_tyugh.jpg)
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ કહ્યું કે, કોરોના વાયરસના ચેપગ્રસ્તને ઘટાડવા અને યોજનાઓ પ્રમાણે ઓલિમ્પિક આયોજિત કરવાની આશા છે. HOCએ કહ્યું કે, કોરોના વાયરસના કારણે સંગઠન અને ગ્રીસના આયોગ્ય વિભાગે એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે કે, જેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળી શકે.
![olympic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6415573_thumb.jpg)
હેલેનિક ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે, ઓલિમ્પિક ફ્લેમને 19 માર્ચ પેનેથેનિક સ્ટેડિયમમાં ઓયોજિત સમિતિને સોંપવામાં આવશે અને આ દરમિયાન એક પણ દર્શક હાજર નહીં હોય. ટોક્યો ઓલિમ્પિકની આયોજિન સમિતિ અગાઉ પણ કહ્યું છે કે, નક્કી થયેલા સમય પ્રમાણે જ ઓલિમ્પિક યોજાશે. તેમણે કહ્યું કે, અંતરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) અને હેલેનિક ઓલિમ્પિક સમિતિ સહિત ઘણા સંગઠનોની સાથે સહયોગ આપવાનું શરુ રાખશે.