ETV Bharat / sports

કોવિડને કારણે ઉત્તર કોરિયા ટોક્યો ઓલિમ્પિકમાં સહભાગી નહિ થાય - ટોક્યો ઓલિમ્પિકમાં ઉત્તર કોરિયા

દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલયે મંગળવારે ઉત્તરના નિર્ણય પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેને આશા છે કે, ટોક્યો ઓલિમ્પિક આંતર-કોરિયન સંબંધોને સુધારવાની તક પૂરી પાડશે.

ટોક્યો ઓલિમ્પિક
ટોક્યો ઓલિમ્પિક
author img

By

Published : Apr 6, 2021, 3:34 PM IST

Updated : Apr 6, 2021, 8:53 PM IST

  • 25 માર્ચે રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
  • કોરોનાના રોગચાળા વચ્ચે ખેલાડીઓની સલામતી સર્વોપરી
  • 2018માં દક્ષિણ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિકમાં 22 ખેલાડીઓ મોકલ્યા હતા

સિયોલ(સાઉથ કોરિયા): મંગળવારે દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલયે આ નિર્ણય બદલ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને આશા છે કે, ટોક્યો ઓલિમ્પિક બન્ને કોરિયાઈ દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને સુધારવાનું સાધન સાબિત થશે. ઉત્તર કોરિયાના રમત મંત્રાલયની એક વેબસાઇટે જણાવ્યું છે કે, 25 માર્ચે રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. સભ્યો માનતા હતા કે, કોરોનાના રોગચાળા વચ્ચે ખેલાડીઓની સલામતી સર્વોપરી છે.

આ પણ વાંચો:કેન્દ્રિય રમત પ્રધાને ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય એથેલિટ્સની તૈયારીની સમીક્ષા કરી

ઉત્તર કોરિયાએ હજી સુધી ઓલિમ્પિકમાં જાણ કરી નથી

મંગળવારે દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલયે આ નિર્ણય બદલ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેમને આશા છે કે, ટોક્યો ઓલિમ્પિક બંને કોરિયા વચ્ચેના પરસ્પર સંબંધોને સુધારવાનું સાધન સાબિત થશે. જાપાનના ઓલિમ્પિક પ્રધાન તામાયો મારુકાવાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તે હજી પુષ્ટિની રાહ જોઇ રહ્યા છે અને તે અંગે તરત જ ટિપ્પણી કરી શકાય નથી. જાપાનની ઓલિમ્પિક સમિતિએ કહ્યું હતું કે, ઉત્તર કોરિયાએ હજી સુધી જાણ કરાઈ નથી કે તે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં.

આ પણ વાંચો:ટોક્યો ઓલિમ્પિક: જાપાન કોવિડ19 સંક્રમણ રોકવા 67 મિલિયન ડોલર ખર્ચ કરશે

ઉત્તર અને દક્ષિણ કોરિયાએ એકીકૃત કોરિયન દ્વીપકલ્પના પ્રતીક વાદળી નકશા હેઠળ કૂચ કરી

ઉત્તર કોરિયાએ 2018માં દક્ષિણ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિકમાં 22 ખેલાડીઓ મોકલ્યા હતા. સરકારી અધિકારીઓ, કલાકારો, પત્રકારો સિવાય મહિલાઓના 'ચિયરિંગ ગ્રુપ'માં 230 સભ્યો હતા. તે રમતોમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાએ એકીકૃત કોરિયન દ્વીપકલ્પના પ્રતીક વાદળી નકશા હેઠળ કૂચ કરી હતી.

Last Updated : Apr 6, 2021, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.