- નીરજ ચોપડા અને સાથીદારોનો તુર્કીનો તાલીમ પ્રવાસ સ્થગિત
- તુર્કીમાં 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાનું હોવાથી સ્થગિત કરાયો
- તુર્કી જનારા ખેલાડીઓ તમામનો RT PCR રિપોર્ટ નેગેટિવ
નવી દિલ્હી: તુર્કીની ટ્રેક એન્ડ ફિલ્ડમાં પસંદગી પામનારા ખેલાડીઓની ટ્રેનિંગ સ્પર્ધા પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે, કારણ કે તે દેશમાં આગમન થતાં તેઓને 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ પુરુ કરવાનો હતો.
આ પણ વાંચોઃ 4 x 100 રિલે ટીમ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ શકે છે: હિમા દાસ
તુર્કીમાં ખેલાડીઓને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત
વિશ્વસનીય ટીમના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, "અમારા ખેલાડીએ તુર્કી જઈને 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ પુરો કરવાનો હતો જેમાં તેઓને તેના ઓરડામાંથી બહાર નીકળવાની પણ મંજૂરી નહોતી, આવી પરિસ્થિતિમાં તાલીમ લેવી શક્ય ન હતી.
તેમણે કહ્યું, "તે સ્પર્ધા માટેનો સમય છે અને ખેલાડીઓ આ તબક્કામાં આટલા લાંબા સમય સુધી આરામ કરી શકતા નથી. તેઓએ તાલીમ લેવી પડે છે તેથી 14 દિવસનો બ્રેક અને પૈસા ખર્ચવામાં કોઈ અર્થ નથી. તેથી હાલ થોડા સમય માટે આ પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે."
આ પણ વાંચોઃ IPL-14: પાંચ વખતની IPL વિજેતા સામે સતત ચોથી હારથી બચવા મેદાને ઉતરશે પંજાબ
તુર્કીના તાલીમ પ્રવાસે જનારા તમામનો RT PCR ટેસ્ટ નેગેટિવ
તેમણે એમ પણ કહ્યું હતું કે, એનઆઈએસ પટિયાલા ખાતેના શિબિરમાં ભાગ લેનારા તમામ 63 ટ્રેક અને ફિલ્ડ ખેલાડીઓ અને 30 સપોર્ટ સ્ટાફનો 19 એપ્રિલના રોજ કરવામાં આવેલો RT PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અગાઉ, એનઆઈએસમાં ફિલ્ડના 10 ખેલાડીઓ અને અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, પરંતુ તેમાંથી કોઈએ પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય નથી કર્યુ.