- ફ્રેન્ચ ઓપનની ફાઈનલ પહેલા આ મેચ ખૂબ જ મહત્વની મનાતી હતી
- ફ્રેન્ચ ઓપનની 24મેથી શરૂઆત થશે, 13 જૂને થશે પુર્ણાહૂતિ
- જોકોવિચે 29 અને નડાલે 28 મેચમાં જીત મેળવી છે
રોમઃ રાફેલ નડાલે સતત 10મી વખત ઈટાલિયન ઓપનનું ટાઈટલ જીતી લીધું છે. આવતા અઠવાડિયાથી શરૂ થનારા ફ્રેન્ચ ઓપનની ફાઈનલ પહેલા આ મેચની તૈયારી માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવતી હતી. આમાં સ્પેનના રાફેલ નડાલ જોકોવિચ પર ભારી પડ્યો હતો. આ પહેલા ગઈ વખતે પણ 2020 ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં બંનેની ટક્કર થઈ હતી. તે વખતે નડાલે જોકોવિચને હરાવીને 20મો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ઝડપી બોલર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું નિધન
24 મેથી 13 જૂન સુધી ફ્રેન્ચ ઓપન યોજાશે
ફ્રેન્ચ ઓપન 24 મેથી 13 જૂન સુધી રમાશે. બંને વચ્ચે આ 57મી મેચ હતી. જોકોવિચે 29 અને નડાલે 28 મેચમાં જીત મેળવી છે. એટલે કે હજી પણ જીતના મામલામાં જોકોવિચ આગળ છે. જોકે, નડાલે ઈટાલિયન ઓપનની ફાઈનલમાં ચોથી વખત નોવાક જોકોવિચને હરાવ્યો છે.
આ પણ વાંચોઃ ઇટાલિયન ઓપન: સ્વિતેકે પ્લિસકોવાને હરાવી ખિતાબ મેળવ્યો
બીજા સેટમાં જોકોવિચે શાનદાર વાપસી કરી હતી
પહેલા સેટમાં 5-5ની બરાબરી બાદ રાફેલ નડાલે જોકોવિચની સર્વિક બ્રેક કરી 6-5ની લીડ બનાવી હતી. ત્યારબાદ પોતાની સર્વિસ જીતીને પહેલો સેટ 7-5થી પોતાના નામે કર્યો હતો, પરંતુ બીજા સેટમાં જોકોવિચે શાનદાર વાપસી કરી હતી અને નડાલની 2 સર્વિસ બ્રેક કરીને મેચ 1-1થી બરાબર કરી લીધી હતી. જ્યારે છેલ્લા સેટમાં રાફેલ નડાલ ભારી પડ્યો હતો અને સેટ 6-3થી જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી.